તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
અમદાવાદ એરપોર્ટ પર 6.073 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઝડપાયો :મ્યાનમાર મૂળની વિદેશી મહિલા ઝડપાઈ
સ્નિફર ડોગના સિગ્નલ બાદ કસ્ટમ્સે કરી તપાસ. ટ્રોલી બેગમાં ખાસ બનાવેલી ફેક લેયર અને કેવિટી મળી: મ્યાનમાર મૂળની વિદેશી મહિલા હો ચી મિન્હ સિટીથી અમદાવાદ આવી હતી

અમદાવાદ એરપોર્ટ પર હાઈડ્રોપોનિક ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. કસ્ટમ્સ વિભાગે, 6.073 કિલો હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) ઝડપી પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. 6.073 કિલો હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજા) સાથે મ્યાનમાર મૂળની વિદેશી મહિલા ઝડપાઈ છે. મહિલા હો ચી મિન્હ સિટીથી અમદાવાદ આવી હતી. પેસેન્જર પ્રોફાઇલિંગ અને X-Ray સ્કેનિંગ દરમિયાન શંકા ગઈ હતી. સ્નિફર ડોગના સિગ્નલ બાદ કસ્ટમ્સે કરી તપાસ. ટ્રોલી બેગમાં ખાસ બનાવેલી ફેક લેયર અને કેવિટી મળી આવી. કેવિટીમાં 5 પારદર્શક પોલિથીનમાં વેક્યૂમ પેકેટ્સ છુપાવેલા હતા. પેકેટમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો. પ્રાથમિક ટેસ્ટમાં પદાર્થ હાઈડ્રોપોનિક મેરિજુઆના હોવાનું સામે આવ્યું. મહિલા પેસેન્જરની સામે ndps એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ. છે
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
