<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

વિદ્યુત સહાયકમાં પસંદ પામેલા પણ નિમણુંક માટે તરસતા ૬૦૦થી ૭૦૦ યુવાનો વડોદરામાં ઉમટી પડયાઃ વડી કચેરી સામે ધરણા-ઉગ્ર સૂત્રોચ્‍ચાર

૫૬૦૦ પૈકી પાત્ર ર૭૧ને ઓર્ડર અપાયાઃ ખાલી જગ્‍યા હોવા છતા અધીકારીઓની સાંઠગાંઠથી ચાલતી ૧૦૦ એજન્‍સીમાંથી ગબડાવાતું ગાડુ : વડોદરામાં જેટકોની વડી કચેરી બહાર વાતાવરણ તંગઃ ૪ને વાતચીત માટે આમંત્રણ પણ વિદ્યાર્થીઓએ પ્રસ્‍તાવ ફગાવી દિધો : વિદ્યાર્થીઓની માંગણી ચર્ચા બંધ બારણે નહી જાહેરમાં કરોઃ મામલો ગરમાતા પોલીસ દોડી ગઇઃ બંને પક્ષો વચ્‍ચે સમાધાનના પ્રયાસો ચાલુ

રાજકોટ તા.૧૬: ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેટ લીમીટેડ (જેટકો) દ્વારા પરીક્ષા ઉભા કરમાર લેવાયેલી જલદીક આસીસ્‍ટન્‍ટ (વિદ્યુત સહાયક)ની પરીક્ષા ઉતીણ કરનાર ૫૬૦૦ જેટલા ઉમેદવારો પૈકી બહાર પડેલા પ્રથમ મેરીટ લીસ્‍ટમાં હજુ સુધી માત્ર ૨૭૧ને નિમણુંક પત્ર આપવામાં આવ્‍યો હોવાથી વર્ષોથી ૫-૫ પરીક્ષાઓ આપી સરકારી નોકરીની રાહમા બેઠેલા હજારો યુવાનોને અન્‍યાય થઈ રહયાનો ભારે રોષ પ્રગટી રહયો છે. અધિકારીઓની સાંઠગાંઠ ધરાવતી ૧૦૦ જેટલી આઉટસોસીંગ એજન્‍સીઓમાંથી ખાલી પડેલી ટેકનિકલ જગ્‍યાઓ ઉપર ઓછા પગારથી નિમણુંકો આપી ગાડુ ગબડાવાતુ હોવાનું ચિત્ર ઉપસ્‍યુ છે.

આ વચ્‍ચે આજે તાકીદે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુંક આપવાની માંગણી સાથે વડોદરામાં ૬૦૦ થી ૭૦૦ યુવાનો વીજતંત્રની વડી કચેરી સામે સવારથી ઉમટી પડયા છે, ધરણા- દેખાવો- સુત્રોચ્‍ચાર સાથે કચેરીઓ ગજવી છે.

અન્‍યાયનો ભોગ બન્‍યાનો અહેસાસ કરી રહેલા ઉમેદવારોના એક જુથના જણાવ્‍યા મુજબ તા.૫/૪/૨૦૨૬ના જેટકો દ્વારા ઇલેકટ્રીક આસીસ્‍ટન્‍ટની પરીક્ષાઓ લેવાયેલી જે ૫૬૦૦ જેટલા યુવાનોએ ઉર્તીણ કરેલી જે પૈકી ચોક્કસ રેશીયોમાં નિમણુંકો અપાતી હોય છે પરંતુ આ વર્ષે માત્ર એક મેરીટ લીસ્‍ટ! બહાર પડયુ છે જેમાં માત્ર ૨૭૧ નો જ સમાવેશ કરાયો છે.

આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે બે વર્ષનો આઈટીઆઇ કોર્ષ કરેલો હોય છે. ત્‍યારબાદ સચીવશ્રી, લાઈન્‍સસીંગ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી વાયરમેનની પરીક્ષાનું પ્રમાણપત્ર મેળવવુ પડે છે ત્‍યારબાદ વિદ્યુત વિભાગ દ્વારા એપ્રેન્‍ટીસ લાઇનમેન તરીકે મૌખીક અને બાદમાં ફીઝીકલ પોલ ટેસ્‍ટ પાસ કરવો પડે છે. જેમાં ઉર્તીણ થયા બાદ એપ્રેન્‍ટીસ લાઈનમેન તરીકે ૧ વર્ષની તાલીમ લેવી પડે છે. ત્‍યારબાદ જે તે કાર્યપાલક ઇજનેર પરીક્ષા લે છે. આ પરીક્ષા બાદ જેટકો દ્વારા ફરી પોલ ટેસ્‍ટ લેવાય છે અને ત્‍યારબાદ લેખીત પરીક્ષા લેવાય છે. આટ આટલી પરીક્ષાઓમાં ઉર્તીણ થયા પછી પણ મળે છે શું (?) વર્ગ-૪ તરીકે ૩ વર્ષ માટે ફીકસ પગારમાં ઇલેકટ્રીક આસીસ્‍ટન્‍ટની નોકરી!! આમ લગભગ ચાર-પાંચ વર્ષનો ગાળો પરીક્ષાઓ પસાર કર્યા પછી સરકાર અને અધિકારીઓની અન્‍યાયી નિતીનો ભોગ પાસ થયેલા ઉમેદવારોએ બનવું પડતું હોવાનો વસવસો વ્‍યકત કરવામાં આવી રહયો છે.

છેલ્લુ પરીણામ એક વર્ષ સુધી માન્‍ય રહેતુ હોય છે. આ દરમ્‍યાન ૩ જેટલા મેરીટ લીસ્‍ટ બહાર પાડી વિદ્યુત સહાયકોની જગ્‍યા ભરવામાં આવતી હોય છે. પરંતુ ૬ માસ વિતી જવા જવા છતા સુધી બીજુ-ત્રીજુ મેરીટ લીસ્‍ટ બહાર હાર પડયુ ન હોવાથી નિમણૂક મળવાની આશાએ પ્રતિક્ષા કરી રહેલા હજ્‍જારો બેરોજગાર યુવાનોના જીવ તાળવે ચોંટી ગયા છે.

છેલ્લી પરીક્ષાઓ સેન્‍ટ્રલ એકઝામીનેશનના ધોરણે લેવાયેલી હતી. આ પરીક્ષાઓ ઉતીર્ણ કરનાર ઉમેદવારો કલાસ-૪ના હોય છે. ગુજરાત સરકારના પરીપત્ર મુજબ તેમને પોતપોતાના ઝોનમાં નિમણુંક આપવી જોઈએ. તેના બદલે સમગ્ર રાજયમાં નિમણુંક આપવામાં આવી છે. જેમાં પણ જનરલ કેટેગરીને સ્‍વાભાવિક રીતે અન્‍યાય થયાનું સ્‍પષ્‍ટ થયુ છે.

દરમિયાન વડોદરાથી મળતી વિગતો મુજબ વડોદરા ખાતે આવેલી ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન (GETCO) ની વડી કચેરી ખાતે આજે બપોરથી વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ છે. મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ કચેરી બહાર એકત્ર થયા છે અને પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્‍ચાર કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આંદોલનને ધ્‍યાનમાં લઈને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓમાંથી કોઈપણ ચાર વ્‍યક્‍તિઓને ઓફિસની અંદર આવીને શાંતિપૂર્ણ વાતચીત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. પરંતુ વિદ્યાર્થીઓએ આ પ્રસ્‍તાવનો અસ્‍વીકાર કર્યો હતો. વિદ્યાર્થીઓની સ્‍પષ્ટ માંગ છે કે ચર્ચા બંધ બારણે નહીં પરંતુ જાહેરમાં થવી જોઈએ અને સમગ્ર ચર્ચા જેટકોના સત્તાવાર પોર્ટલ ઉપર મૂકવામાં આવે જેથી પારદર્શિતા જળવાઈ રહે.

વિદ્યાર્થીઓ પોતાની જીદ પર અડગ રહેતા હાલ મામલો ગરમાયો છે. પરિસ્‍થિતિ વણસે નહીં તે માટે હાલ પોલીસ તંત્ર ઘટનાસ્‍થળે પહોંચી મધ્‍યસ્‍થીની ભૂમિકા ભજવી રહ્યું છે અને બંને પક્ષો વચ્‍ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યું છે.(૨

 

 

(2:52 PM IST)