તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
લુણાવાડાના કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ દાખલ કરાયા
ચાર કોશીયા નાકા પાસે આવેલી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ખીચડી ખાધા બાદ 6 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ

મહીસાગરના લુણાવાડાના કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. લુણાવાડાના ચાર કોશીયા નાકા પાસે આવેલી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ખીચડી ખાધા બાદ 6 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે હેલ્થ સ્ક્રીનિંગ દરમિયાન લક્ષણો જણાતા તમામ વિદ્યાર્થીઓને 108 મારફતે તાબડતોબ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં કુલ 18 જેટલા વિધાર્થીઓ રહે છે, જેમાંથી 6 જેટલા વિધાર્થીઓને ઝાડા ઉલટીની અસર થવા પામી છે . સમયસર સારવાર મળતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
