News of Friday, 31st July 2026
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમના 6 દરવાજા ખોલાયા : નદીકાંઠાના ગામોમાં એલર્ટ
સાગબારામાં આશરે 5 ઇંચ વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક: રાજપીપળા નજીક નદીનો પ્રવાહ વધતાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું

નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમના 6 દરવાજા ખોલી અંદાજે 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેડીયાપાડા અને સાગબારામાં આશરે 5 ઇંચ વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજપીપળા નજીક નદીનો પ્રવાહ વધતાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે અને નદી કાંઠાના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ નદીમાં કે તેની આસપાસ ન જવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
