<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અમદાવાદમાં મંડળી ગરબામાં લાકડી,.ધોકા અને તલવારથી ખેલૈયાઓ પર હુમલા મામલે 6 જેટલા બાઉન્સરો સામે ગુન્હો નોંધાયો

મારામારી અને ધિંગાણાના મામલામાં ગાંધીનગરની સાંતેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 6 જેટલા બાઉન્સરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

અમદાવાદ નજીક ઓગણજમાં આયોજિત પ્રસિદ્ધ 'શુભ મંડળી' ગરબામાં મોડી રાત્રે પ્રવેશ મેળવવા બાબતે ભારે બબાલ થઈ હતી. ગરબાના સ્થળે એન્ટ્રીને લઈને થયેલી માથાકૂટમાં બાઉન્સરો અને ખેલૈયાઓ સામસામે આવી ગયા હતા, જેમાં બાઉન્સરોએ લાકડી, ધોકા અને તલવાર જેવા હથિયારો સાથે ખેલૈયાઓ પર હુમલો કર્યો હતો.

આ હિંસક મારામારી અને ધિંગાણાના મામલામાં ગાંધીનગરની સાંતેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 6 જેટલા બાઉન્સરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

મોડી રાત્રે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવાના મુદ્દે સિક્યુરિટી અને ત્યાં આવેલા લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા બાઉન્સરો વિરૂદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

(12:20 AM IST)