<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ગુજરાતમાં મે મહિના દરમિયાન રોજના ૫૧૦૦ વાહનો વેચાયા

ગયા વર્ષ કરતાં વેચાણમાં ૧૮ ટકાનો વધારો : ૧.૦૯ લાખ ટુ વ્‍હીલર, ૩૨ હજાર પેસેન્‍જર વ્‍હીકલ જ્‍યારે ૭૫૦૦ રિક્‍શાનું વેચાણ થયું

અમદાવાદ,તા.૧૦: ગુજરાતમાં વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મે મહિના દરમિયાન ૧.૫૮ લાખ વાહનોનું વેચાણ થયું હતું. આમ, મે મહિના દરમિયાન દરરોજના સરેરાશ ૫૧૦૦થી વધુ વાહનો વેચાયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં મે મહિના દરમિયાન ૧.૦૯ લાખ ટુ વ્‍હીલર, ૭૫૧૫ થ્રી વ્‍હીલર, ૬૬૨૬ કોમર્શિયલ વ્‍હીકલ, ૩૨૦૧૮  પેસેન્‍જર વ્‍હીકલ, ૨૧૯૮ ટ્રકનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ મે ૨૦૨૫માં ૯૩૯૯૨ ટુ વ્‍હીલર, ૫૯૧૨ થ્રી વ્‍હીલર, ૫૮૭૧ કોમર્શિયલ વ્‍હીકલ, ૨૫૪૫૦ પેસેન્‍જર વ્‍હીકલ, ૧૮૨૩ટ્રક વેચાયા હતા. આમ, મે ૨૦૨૫માં ૧.૩૩ લાખ વાહનોનું વેચાણ થયાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્‍સ ડિલર્સ એસોસિયેશન પાસેથી માહિતી મળી છે.

મે મહિના દરમિયાન સમગ્ર દેશમાંથી ૧૮.૪૪ લાખ ટુ વ્‍હીલર, ૧.૧૧ લાખ થી વ્‍હીલર, ૨૯૮૧૨ ઈરિક્‍શા, ૪.૦૨ લાખ પેસેન્‍જર વ્‍હીકલ સહિત ૨૫.૩૧ લાખ વાહનો વેચાયા હતા. જે વાહનો વેચાયા તેમાં પેટ્રોલ/ઈથેનોલ સંચાલિત ૯૦.૬૮ ટકા, ૯.૨૫ ટકા ઈવી અને ૦.૦૭ ટકા સીએનજી/એલપીજી વાહનનો સમાવેશ થાય છે.

(10:04 AM IST)