News of Tuesday, 20th October 2026
અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં 51 ફૂટ ઊંચા રાવણ તેમજ 50-50 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન
રામલીલાના કથાનક બાદ યોજાયેલા રાવણ દહન દરમિયાન આકાશને ઝળહળતી કરતી ભવ્ય આતશબાજી કરવામાં આવી જેને નિહાળવા માટે મોટી મેદની ઉમટી

અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે ONGC રામલીલા સમિતિની 50 વર્ષની પરંપરા પૂર્ણ થવાના અવસરે ગોલ્ડન જુબિલી ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય મહોત્સવમાં 51 ફૂટ ઊંચા રાવણ તેમજ 50-50 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું ધામધૂમથી દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓએનજીસીના એસેટ મેનેજર આર. રવિકુમાર સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને હજારોની સંખ્યામાં સ્થાનિક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામલીલાના કથાનક બાદ યોજાયેલા આ રાવણ દહન દરમિયાન આકાશને ઝળહળતી કરતી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેને નિહાળવા માટે મોટી મેદની ઉમટી હતી અને સમગ્ર પંથક ઉત્સાહ તેમજ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
