તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 2nd June 2026
ગુજરાતમાં બાળ મજૂરી કરતા ૫૦૦૦ બાળકોને મુક્ત કરાવાશે
મુખ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનું વધુ એક પ્રજાલક્ષી માનવીય અભિયાનઃ અકિલા સાથેની વાતચીતમાં CID ક્રાઈમમાં વુમન સેલની વિશેષ જવાબદારી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક એક માસના માસ્ટર પ્લાનની અથથી ઈતિ સુધીની વિગતો વર્ણવે છે ૨૫૦૦૦ ફરિયાદ મેળવાશેઃ શાળા છોડી ચુકેલા ૯૦ ટકા બાળકોને પુનઃ શાળા પ્રવેશ.. દેશના ઇતિહાસમાં ગુજરાતનું સહુ પ્રથમ વખત ઐતિહાસિક અભિયાન

રાજકોટ તા.૨: ગુજરાતના મુખ્ય પોલીસ વડા અને CID વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળમજૂરી, બાળશોષણ અને બાળ તસ્કરીને નાબૂદ કરવા માટે ૅઓપરેશન બચપણ મુક્તિ ૨૦૨૬: નામનું એક માસનું રાજ્યવ્યાપી પ્રજાલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન જેમની રાહબરીમાં શરૂ થયું છે તેવા CID ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરી દ્વારા અકિલા સાથેની વિશેષ વાતચીતમાં અભિયાન અંગેની મહત્વની બાબતો વર્ણવતા જણાવ્યું હતું કે,
અભિયાનનું સૂત્રઃ દરેક બાળક શાળામાં, કોઈ બાળક મજૂરીમાં નહીંૅ / "Every Child in School, No Child at Work"
ADGP અજય ચૌધરીએ અકિલાને જણાવેલ મુખ્ય મુદ્દાઃ
૧. મિશનઃ ગુજરાત રાજ્યમાંથી બાળમજૂરી, બાળશોષણ, બાળભિક્ષાવળત્તિ અને બાળ તસ્કરીને સમૂળગી નાબૂદ કરવાનું લક્ષ્ય છે. પોલીસ, શ્રમ વિભાગ, શિક્ષણ વિભાગ, CWC અને NGO ના સંયુક્ત પ્રયાસથી કામગીરી થશે.
૨. ૩૦ દિવસીય એક્શન પ્લાનઃ અભિયાન ૪ તબક્કામાં ચાલશે. - તબક્કો-૧ (દિવસ ૧-૭): હોટસ્પોટ મેપિંગ. ટેક્સટાઇલ યુનિટ, ડાયમંડ યુનિટ, હોટેલ, ગેરેજ, રેલવે-બસ સ્ટેશન જેવા જોખમી વિસ્તારોની ઓળખ. KPI: દરેક પોલીસ સ્ટેશન દીઠ ૨૦ હોટસ્પોટ. - તબક્કો-૨ (દિવસ ૮-૧૪): સઘન દરોડા અને રેસ્કયુ. બાળમજૂરોને મુક્ત કરાવવા દૈનિક સંયુક્ત દરોડા. - તબક્કો-૩ (દિવસ ૧૫-૨૧): પુનર્વસન. બાળકોને CWC સમક્ષ રજૂ કરી શાળામાં દાખલ કરવા. - તબક્કો-૪ (દિવસ ૨૨-૩૦): કાયદાકીય કાર્યવાહી. દોષિત નોકરીદાતાઓ સામે FIR અને સજા.
૩. રાજ્ય સ્તરીય મુખ્ય લક્ષ્યાંકોઃ
- રાજ્યભરમાં ઓછામાં ઓછા ૫,૦૦૦ બાળમજૂરોનું રેસ્કયુ - ૫૦,૦૦૦ થી વધુ સ્થળોની તપાસ - તમામ જિલ્લાઓમાં હોટસ્પોટનું ૧૦૦ ટકા મેપિંગ
- ઓછામાં ઓછા ૯૦ ટકા બાળકોને ફરી શાળામાં દાખલ કરવા
- ૨૫,૦૦૦+ નાગરિક ફરિયાદો મેળવી તપાસ કરવી
- ૧૦,૦૦૦ ગુપ્ત માહિતી ઇનપુટ એકત્ર કરવા
શ્રી અજય ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ૅDGP ડૉ. કે.એલ.એન. રાવના સ્પષ્ટ માર્ગદર્શન મુજબ આ અભિયાન માત્ર કાગળ પર નહીં રહે. કાઢવા, બચાવ કરવા, પુનર્વસન કરવા અને શિક્ષણ સાથે જોડવા તેમજ દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી, એ જ અમારી પ્રાથમિકતા છે.ૅ
નાગરિકોને અપીલઃ જો કોઈ પણ સ્થળે બાળમજૂરી નજરે પડે તો તાત્કાલિક ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ અથવા પોલીસ હેલ્પલાઈન ૧૦૦ પર જાણ કરવી
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
