તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
પોલીસ વિભાગમાં ૫૦૦ ડ્રાયવર કોન્સ્ટેબલની નવી જગ્યા મંજુરઃ ૧૯.૨૩ કરોડનું બજેટ
જુદા જુદા શહેર, જીલ્લા ઉપરાંત એસઆરપી, સીઆઇડીમાં ખાલી જગ્યાઓ ભરાશેઃ રાજકોટ સીટીમાં ૨૦ ડ્રાઇવર કોન્સ્ટેબલની જગ્યા ખાલી

રાજકોટ તા. ૩: ગુજરાત સરકારના ગળહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ દળમાં મોટર ટ્રાન્સપોર્ટ (એમટી) વિભાગ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ની નવી સેવા અંતર્ગત ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ), વર્ગ-૩ ની કુલ ૫૦૦ નવી નિયમિત જગ્યાઓ ઊભી કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ આ અંગે ગળહ વિભાગને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ દરખાસ્તને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં માંગણી ક્રમાંક ૪૩-૨૦૫૫-૦૦-૧૦૯-૦૧ હેઠળ રૂ. ૧૯.૨૩ કરોડના આવર્તક ખર્ચની મંજૂરી ફાળવવામાં આવી છે.
ડ્રાયવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ), વર્ગ-૩ ની આ નવી ૫૦૦ નિયમિત જગ્યાઓ મંજૂર થવાથી મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની કાર્યક્ષમતા વધશે. આ નિર્ણયથી ગુજરાત પોલીસ વિભાગના વાહન વ્યવહાર અને ક્ષેત્રીય કામગીરીને વધુ ઝડપી તથા સુદ્રઢ બનાવવામાં મોટી મદદ મળશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
