News of Monday, 19th October 2026
અમદાવાદના થલતેજમાં 50 ફૂટના રાવણનું દહન કરાશે: મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં પણ તૈયાર
રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે, જે સામાજિક એકતા અને કોમી સદભાવનાનો સંદેશ આપે છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ વર્ષે પરંપરાગત રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. AESના ગ્રાઉન્ડમાં 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે, જ્યારે મેઘનાદ અને કુંભકર્ણનાં 35-35 ફૂટ ઊંચાં પૂતળાંનું પણ દહન કરાશે. આ પરંપરાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજરી આપે તેવી શક્યતા છે. શહેરમાં આ વર્ષે અનેક સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજાવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી આશા છે. આ આયોજનની ખાસ વાત એ છે કે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે, જે સામાજિક એકતા અને કોમી સદભાવનાનો સંદેશ આપે છે. રાવણ દહનના કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
