તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
૫.બંગાળમાં PMએ ઝાલમૂરીનો સ્વાદ માણતા વિશ્વના ફલક પર ટ્રેન્ડ થઈ
ઝાલમૂરી-સૂકીભેલ-ટમટમમાં મોટો તફાવત નથી : વડોદરાના ટમટમમાં ૨૬ પ્રકારના વ્યંજનો મિક્સ કરાય છેઃ ગૌતમ ગુપ્તા

વડોદરા,તા.૬: પશ્ચિમ બંગાળમાં કોલકાતા, કાશીપુર સહિત અનેક વિસ્તારોમાં ખુમચા કે નાની દુકાનોમાં મળતી ઝાલમૂરી(સૂકીભેલ) માં મમરા સહિતના મસાલાએ મમતાનો ખેલ પાડી દીધો હતો. વિશ્વ પ્રસિદ્ધ થયેલી ઝાલમૂરી વડોદરામાં ૧૯૪૭થી ટમટમના નામે વેચાય છે.
શહેરના એમ.જી.રોડ પર દાયકાઓથી ખુમચામાં વેચાતી સૂકીભેલ (ઝાલમૂરી) રૂ.૧૦થી ૨૦ના ભાવે વજનના હિસાબે પડીકામાં વેચાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પヘમિ બંગાળમાં ઝાલમૂરી ખાતા વિશ્વના ફલક પર ચમકી હતી. અલબત્ત, વડોદરામાં સન ૧૯૪૭ (૭૯ વર્ષ) થી શ્રીરામ ટમટમ (ઝાલમૂરી) પ્રખ્યાત છે.ગુતગુપ્તા, ઉલ્લેતું ગાંઠીયા, સોલાપુરી ચેવડો, ચણાની દાળ, મગ, મસૂર, ચણાચોર ગરમ, સિંગભુજિયા, મસાલાસિંગ, તિખી- મોળી-લસણ-લીંબુ સેવ, ચકલી-ગાંઠીયા, મિઠી-તીખી બુંદી સહિત ૨૬ પ્રકારના ફરસાણ મિક્સ કરાય છે. જેની ઉપર ડુંગળી, લીલા ધાણા-મરચા, લીંબુ-દ્રાક્ષ-દાડમ-કાચી કેરી બારે માસ ઉમેરવામાં આવે છે. ગુજરાતીઓ જેને સૂકીભેલ ઓળખે ઝાલમૂરી તરીકે પંકાય છે. ઝાલમૂરીમાં મમરા, ઝીણી સેવ, તળેલા સિગદાણા, ચણાની મસાલા યુક્તદાળ, ચણા
ચોરગરમ સાથે ધાણા, આમચૂર પાવડર, ચાટ મસાલો, ઇલાયચી પાવડર, કશ્મિરી લાલ મરચુ, ગરમ મસાલો-જીરૂ મિક્સ કરાય છે. જેની ઉપર ડુંગળી, કેરી, લીલા મરચા, ટામેટા, લીલા-સૂકા નારિયેળના ટૂકડા(કોકોનટ મિકસ કરી ઝાલમૂરી છે કે ઝાલમૂરીના તૈયાર પેકેટ્સમાં સૂકા કે બોઇલ્ડ કરેલા વટાણા-સૂકા ચણા પણ જરૂર મુજબ ઉમેરવામાં આવે છે.
સૂકી ભેલ-ઝાલમૂરી પિતરાઇ
પヘમિ બંગાળમાં મળતી ઝાલમરી જેવી જ સૂકી ભેલમાં મમરા, સેવ, મકાઇનો ચેવડો, ઝીણી સેવ, શેકેલા ચણા-સિંગદાણા, કોકોનટ કાતરી (પેકેટ્સમાં સુકા નારિયેળની ચિપ્સ) સહિતના વ્યંજનો મિક્સ કરવામાં આવે છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
