તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 5th November 2026
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં ૫ ટકાનો વધારો
શિક્ષણ બોર્ડનો નિર્ણય : ધોરણ-૧૦ની ફીમાં રૂા. ૨૦, ધોરણ-૧૨ સાયન્સમાં રૂા. ૩૫ અને સામાન્ય પ્રવાહમાં રૂા. ૩૦નો વધારો કરાયો : ધો-૧૦ના નિયમિત વિદ્યાર્થીઓએ રૂા. ૪૪૫, સાયન્સમાં રૂા. ૭૬૦ અને સા.પ્ર.માં રૂા. ૬૨૦ ફી ભરવી પડશે

અમદાવાદ, તા. પ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો-૧૦ અને ૧૨ની ફીમાં સરેરાશ પાંચ ટકા વધારો કર્યો છે. ધો-૧૦ની ફીમાં રૂ. ૨૦, ધો-૧૨ સાયન્સની ફીમાં રૂ. ૩૫ અને સામાન્ય પ્રવાહની ફીમાં રૂ. ૩૦નો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડે આગામી પરીક્ષાની હવે ફીની સત્તાવાર વિગતો જાહેર કરી છે. જે અનુસાર ધો-૧૦ના વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પેટે રૂ. ૪૪૫, ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ રૂ. ૭૬૦ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ રૂ. ૬૨૦ ભરવા પડશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૭ થી ૧૭ માર્ચ ૨૦૨૭ દરમિયાન ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. જોકે આ પરીક્ષા શરૂ થાય તે પહેલા બોર્ડે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરે છે. જેથી ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ શિક્ષણ બોર્ડ ધો-૧૦ અને ધો-૧ર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની ફીના દરો જાહેર કર્યા છે.
ધો-૧૦માં નિયમિત વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી રૂ. ૪૨૫ ફી લેવામાં આવતી હતી, પરંતુ આગામી પરીક્ષા માટે બોર્ડ દ્વારા તેમાં ૩. ૨૦નો વધારો કર્યો છે અને નવી ફીના દર . ૪૪૫ નક્કી કરાયા છે. આમ, આ વખતે નિયમિત વિદ્યાર્થીઓએ ફી પેટે રૂ. ૪૪૫ ભરવા પડશે. આ ઉપરાંત રિપીટર અને ઓપન સ્કૂલના નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. ૪૧૫ હતી, તેમાં પણ રૂ. ૨૦નો વધારો કરી રૂ. ૪૩૫ ફી કરવામાં આવી છે. જ્યારે પળથ્વક ઉમેદવારોની ફી રૂ. ૨૮૫ હતી તેમાં રૂ. ૧૫નો વધારો કરી રૂ. ૩૦૦ કરાઈ છે. આમ, ધો-૧૦ની ફીમાં એકંદરે પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે. ધો-૧૨ સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. ૭૨૫ હતી, જે વધારીને હવે રૂ. ૭૬૦ જેટલી કરવામાં આવી છે. આ જ રીતે રિપીટર વિદ્યાર્થીઓ માટે ૧ વિષયની ફી રૂ. ૨૨૦ હતી તે રૂ. ૨૩૦ કરાઈ છે અને ૩ વિષયની ફી રૂ. ૫૦૫ હતી તે વધારીને રૂ. ૫૩૦ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી ધો-૧૨ સાયન્સમાં પળથ્થક વિદ્યાર્થીઓના ફોર્મ ભરાતા ન હતા. પરંતુ હવેથી પળથ્થક વિદ્યાર્થીઓ પણ સાયન્સની પરીક્ષા આપી શકશે અને તેમની ફી રૂ. ૫૩૦ નક્કી કરી છે.ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. ૫૯૦ હતી, જે વધારીને રૂ. ૬૨૦ કરવામાં આવી આ જ રીતે રિપીટર, ઓપન સ્કૂલના નિયમિત વિદ્યાર્થીઓની ફી પણ રૂ. ૫૦૦થી વપારીને રૂ. ૬૨૦ કરાઈ છે. જ્યારે પળથ્થક વિદ્યાર્થીઓની ફી રૂ. ૪થી વધારીને રૂ. ૩૬૦ કરી છે. આમ, ધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓની ફીમાં સરેરાશ ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પરીક્ષા સંબંધિત સ્ટેશનરી સહિતના ભાવમાં થયેલા વધારાના પગલે ફીમાં વધારો કરાયો હોવાનું જાણવા મળે છે.
બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે
૩ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં લેવાનારી ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, ફેબ્રુઆરી-૨૦૨૭માં યોજાનારી ધો-૧૦, સંસ્કળત પ્રથમા અને ઘો-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કળત મધ્યમાની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ૩ ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે. સંબંધિત તમામ વિદ્યાર્થીએ વેબસાઇટ પર સમયમર્યાદામાં ફોર્મ ભરી લેવા જણાવાયું છે. ધો-૧૦, સંસ્કળત પ્રથમા તેમજ ધો-૧૨ના તમામ નિયમિત, રિપીટર, ઞ્લ્બ્લ્ રેગ્યુલર, ઞ્લ્બ્લ્ રિપીટર તેમજ પળથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાતપણે ઓનલાઈન જ ભરવાના રહેશે.
ધો-૧૦ની ફીમાં કેટલો વધારો
વિદ્યાર્થી જુની ફી નવી ફી
નિયમિત રૂા. ૪૨૫ રૂા. ૪૪૫
રિપીટર રૂા. ૪૧૫ રૂા. ૪૩૫
ઞ્લ્બ્લ્ નિયમિત રૂા. ૪૧૫ રૂા. ૪૩૫
પળથ્થક ઉમેદવાર રૂા. ૨૮૫ રૂા. ૩૦૦
ધો-૧૨ સાયન્સ
વિદ્યાર્થી જુની ફી નવી ફી
નિયમિત રૂા. ૭૨૫ રૂા. ૭૬૦
રિપીટર-૧ વિષય રૂા. ૨૨૦ રૂા.૨૩૦
રિપીટર-૨ વિષય રૂા. ૩૬૦ રૂા. ૩૮૦
રિપીટર-૩ વિષય રૂા. ૫૦૫ રૂા. ૫૩૦
રિપીટર-૩થી વધુ રૂા. ૭૨૫ રૂા. ૭૬૦
પળથ્થક ઉમેદવાર રૂા. ૫૩૦
ધો-૧૨ સામાન્ય પ્રવાહ
વિદ્યાર્થી જુની ફી નવી ફી
નિયમિત રૂા. ૫૯૦ રૂા. ૬૨૦
રિપીટર રૂા. ૫૯૦ રૂા. ૬૨૦
ઞ્લ્બ્લ્ નિયમિત રૂા. ૫૯૦ રૂા. ૬૨૦
પળથ્થક ઉમેદવાર રૂા. ૩૪૫ રૂા. ૩૬૦
ધો-૧૨ સાયન્સની પ્રાયોગિક ફીમાં પણ રૂા. ૫નો વધારો કરવામાં આવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧રની પરીક્ષા ફી સાથે પ્રાયોગિક પરીક્ષાની ફીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વિગતો અનુસાર, ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાની ફીમાં સાધારણ વધારો ઝીંકવામાં આવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આ વધારામાંથી રાહત આપવામાં આવી છે. નવા ફી માળખા મુજબ, ધો-૧ર સાયન્સમાં અગાઉ એક વિષયની પ્રાયોગિક ફી રૂ. ૧૦૦ લેવામાં આવતી હતી, જે વધારીને હવે રૂ. ૧૩પ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે વિદ્યાર્થીઓએ ત્રણ વિષયની પ્રાયોગિક ફી પેટે અગાઉના રૂ. ૩૯૦ના બદલે રૂ. ૪૦પ ચૂકવવા પડશે. બીજી તરફ, ધો-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સામાન્ય પ્રવાહમાં પ્રાયોગિક વિષય માટે લેવાતી અગાઉની રૂ. ૧૦ની ફી યથાવત્ રાખવામાં આવી છે. નવા ફી માળખામાં તેમાં કોઈપણ પ્રકારનો વધારો કરાયો નથી.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
