<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

પાણીની આવકમાં ધરખમ વધારો થતાં કરજણ ડેમના 5 ગેટ ખોલી 34488 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

પાણીની આવક 1,28,658 નોંધાઈ જ્યારે સપાટી 106.70 હોય રુલ લેવલ જાળવવા પાણી છોડ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા :  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાતા પાણી છોડવામાં આવી રહ્યું છે.

  કરજણ ડેમ કંટ્રોલમાંથી જાણવા મળ્યા મુજબ ભારે વરસાદના કારણે કરજણ ડેમ માં પાણીની આવકમાં વધારો થયો છે જેમાં હાલમાં પાણીની આવક 1,28,658 સામે જાવક 34488 ક્યુસેક છે કુલ 5 ગેટ ખુલ્લા કરી પાણી છોડાય રહ્યું છે જ્યારે ડેમની સપાટી બપોરે 2 વાગે 106.70 નોંધાઈ હોય માટે રૂલ લેવલ જાળવવા હાલ માં ડેમના 5 ગેટ ખોલી 34488 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ વરસાદ ચાલુ હોય માટે હજુ આવક વધવાની શકયતા હોવાના કારણે સાંજ સુધી વધુ પાણી છોડાય શકે છે માટે નીચાણવાળા વિસ્તારના લોકો ને સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.

(11:34 PM IST)