તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
રાજ્યકક્ષાના કેમ્પમાં 46 મદદનીશ શિક્ષકોને બઢતી સાથે મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક અપાઈ
તમામ 46 શિક્ષકોને મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક આપવાના સત્તાવાર આદેશો જારી

અમદાવાદ : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે ખાલી જગ્યાઓ ભરવાની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ યોજાયેલા ખાસ કેમ્પમાં નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરીને 46 મદદનીશ શિક્ષકોને ઉચ્ચ હોદ્દા પર બઢતી (પ્રમોશન) નો લાભ આપવામાં આવ્યો છે. આ તમામ 46 શિક્ષકોને મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક આપવાના સત્તાવાર આદેશો પણ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી શાળાઓના મોનિટરિંગ અને વહીવટી કામગીરીમાં વધુ ગતિ આવશે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
