<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

હાલોલમાં સાડા ૪ ઇંચઃ સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવા-ભારે વરસાદી ઝાપટા

ગુજરાત રાજયમાં પ્રિ-મોન્‍સુન એકિટવીટી અને ચોમાસાની પ્રારંભિક તબક્કાની ધમાકેદાર અસર શરૂઃ ૭૫ તાલુકામાં વરસાદ વરસ્‍યો

 

ભાવનગર જીલ્લાના મહુવામાં સવારે જોરદાર વરસાદી ઝાપટુ

(વિશાલ પાનસૂરિયા) બોકસ કરેલ વિસ્‍તારમાં આજે છુટા છવાયા વિસ્‍તારમાં સારા વરસાદની શકયતા રહેશે...(૨.૯)

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છ અને ગુજરાતમાં હવે પ્રિ-મોન્‍સુન એકિટવીટી અને ચોમાસાની પ્રારંભિક તબક્કાની ધમાકેદાર અસર શરૂ થઇ છે અને પંચમહાલ જીલ્લાના હાલોલમાં સાડા ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારથી મિશ્ર વાતાવરણ યથાવત છે.

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારાઃ રાજ્‍યમાં પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક તબક્કાની ધમાકેદાર અસરો જોવા મળી રહી છે. સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર (Gandhinagar) દ્વારા જાહેર કરાયેલા છેલ્લા ૨૪ કલાકના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતના અલગ-અલગ જિલ્લાના કુલ ૭૫ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જ્‍યારે બાકીના વિસ્‍તારોમાં હળવોથી મધ્‍યમ વરસાદી માહોલ રહ્યો છે. 

ડેટા મુજબ પંચમહાલ અને મધ્‍ય ગુજરાતના વિસ્‍તારોમાં રાત્રિના સમયે સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

હાલોલ  અહીં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૧૬ એમએમ (૪.૫૭ ઇંચ) વરસાદ ખાબકયો છે, જેમાં વહેલી સવારે ૪ થી ૬ વચ્‍ચે જ ૧૦૧ એમએમ વરસાદ પડ્‍યો હતો. ગોધરા ૮૫ એમએમ (૩.૩૫ ઇંચ) વરસાદ સાથે આ તાલુકો બીજા નંબરે રહ્યો છે.  જાંબુઘોડા  ૮૦ એમએમ (૩.૧૫ ઇંચ) વરસાદ નોંધાયો છે. શહેરા  ૭૮ એમએમ (૩.૦૭ ઇંચ) વરસાદથી પંથક પાણી-પાણી થયો છે. બરવાળા  ૭૦ એમએમ (૨.૭૬ ઇંચ) વરસાદ પડ્‍યો છે. કડી ૬૫ એમએમ (૨.૫૬ ઇંચ) વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં પધરામણી થઈ છે. ઘોઘંબા  વહેલી સવારે ૫૫ એમએમ (૨.૧૭ ઇંચ) વરસાદ ખાબકયો હતો.  નડિયાદ સાંજના સમયે ધોધમાર ૫૩ એમએમ (૨.૦૯ ઇંચ) વરસાદ નોંધાયો.મોરવા હડફ ૫૧ એમએમ (૨.૦૧ ઇંચ) વરસાદ વરસ્‍યો છે. 

 બોડેલી (૩૮ એમએમ), કોઠંબા (૩૬ એમએમ), જેતપુર પાવી (૩૩ એમએમ), સંતરામપુર (૩૦ એમએમ), ધંધુકા (૨૮ એમએમ), કલોલ-ગાંધીનગર (૨૭ એમએમ), કલોલ-પંચમહાલ (૨૭ એમએમ), સાવલી (૨૬ એમએમ), વડાલી (૨૫ એમએમ), ગળતેશ્વર (૨૫ એમએમ), જામનગર (૨૩ એમએમ), લીંબડી (૨૦ એમએમ) અને દેવગઢબારિયા (૨૦ એમએમ). 

 રાજ્‍યના બાકીના વિસ્‍તારોમાં પણ વાતાવરણ ઠંડુગાર કરતો હળવો વરસાદ અને ઝાપટાં નોંધાયા છે.

 ૧૩ થી ૧૭ એમએમ વાઘોડિયા (૧૭ એમએમ), દેસર (૧૭ એમએમ), કરજણ (૧૬ એમએમ), પાદરા (૧૫ એમએમ), ડભોઈ (૧૪ એમએમ), તળાજા (૧૩ એમએમ) અને સીંગવડ (૧૩ એમએમ).   ૧૦ થી ૧૨ એમએમ કામરેજ (૧૨ એમએમ) અને દોહદ (૧૦ એમએમ). ૬ થી ૯ એમએમ વીરપુર (૯ એમએમ), કદવાલ (૯ એમએમ), મહૂવા (૮ એમએમ), ચીખલી (૮ એમએમ), કડાણા (૮ એમએમ), વિરમગામ (૭ એમએમ), ચોટીલા (૭ એમએમ), લીમખેડા (૭ એમએમ), રાજકોટ (૬ એમએમ), ધાનપુર (૬ એમએમ) અને લુણાવાડા (૬ એમએમ). 

 ૪ થી ૫ એમએમ ગોંડલ (૫ એમએમ), સિહોર (૫ એમએમ), માતર (૫ એમએમ), ગોવિંદ ગુરુ લીમડી (૫ એમએમ), પારડી (૫ એમએમ) અને છોટાઉદેપુર (૪ એમએમ).  ૩ એમએમ ગાંધીનગર, વડોદરા તાલુકો, વાલોડ, સંજેલી અને શિનોર. ૨ એમએમ વિસનગર, અમદાવાદ સિટી, સાયલા, મેંદરડા, ઉમરાળા, ભાવનગર તાલુકો, આણંદ, ઉમરપાડા, પલસાણા, ગરબાડા, સુખસર, વલસાડ તાલુકો, નસવાડી અને સંખેડા. 

 ૧ એમએમઃ સિદ્ધપુર, હિંમતનગર, માણસા, ઉમરેઠ, આરેઠ, અંબિકા અને હડાદ.

મહુવા

(રહીમ વસાયા દ્વારા) મહુવાઃ મહુવામાં આજે સવારે ૭ વાગ્‍યે વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટમાં સામાન્‍ય રાહત થઇ હતી. કાલે સાંજે બગદાણા, ભગુડા, ગુંદરાણા, કસાણ, આંગણકા, સેંદરડા સહિતના વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૫, લઘુતમ ૨૭.૫, ભેજ ૭૭ ટકા અને પવનની ઝડપ ૧૧ કિ.મી. રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ચોમાસાની સત્તાવાર શરૂઆતની અધીરાઈથી રાહ જોવાઈ રહી છે, તેવામાં આજે ભાવનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો.  અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેહુલિયાએ અમી છાંટણાં કર્યાં હતાં.

 આજે બપોરે ભાવનગર શહેરમાં ચોમાસાની સીઝનનો આ પહેલો વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો. લાંબા સમયની આકરી ગરમીથી તોબા પોકારી ગયેલા સ્‍થાનિકોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર ના નારી ગામે સરકારી હોસ્‍પિટલ પાસે વીજળીના થાંભલા માં શોર્ટ સર્કિટ હતા પેલા વરસાદે જ વીજતંત્રની પોલ ખુલી ગઈ હતી.

મૌસમ નો પ્રથમ વરસાદ તળાજા શહેર અને તાલુકાના મોટાભાગના ગ્રામ્‍ય વિસ્‍તારમા ઝરમર થી લઈ નેવાધાર વરસ્‍યો હતો.બપોર સુધી ભારે તડકો,તાપ અને ગરમી જેવુ વાતાવરણ હતું. તેમા અચાનકજ બદલાવ આવ્‍યોહતો.ભીમ અગિયારસ પહેલા વાવણી લાયલ વરસાદ થઈજાય તોજે ખેડૂતોને વાવણી બાકી હશે તેના માટે શુકનવંતી વાવણી ગણાશે.(

(3:49 PM IST)