<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વડોદરાના શેરખી-ભીમપુરા કેનાલમાં 4 વિદ્યાર્થીઓ પડ્યા :2 વિદ્યાર્થીઓના કરૂણમોત : 2 ને બચાવી લેવાયા

પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી: ચારેય વિદ્યાર્થીઓ કેનાલમાં કયા સંજોગોમાં પડ્યા તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી

વડોદરાના શેરખી-ભીમપુરા કેનાલમાં 4 વિદ્યાર્થીઓ પડી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓને સ્થાનિકોએ હેમખેમ બચાવી લીધા હતા.

કેનાલમાં 4 વિદ્યાર્થીઓ પડ્યા બાદ 2 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 2 વિદ્યાર્થીઓને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી અને ઊંડા પાણીમાંથી બંને લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

(9:19 PM IST)