તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 27th May 2026
મહીસાગરમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સહિત 4 સામે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરાયો
જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ સહિત 4 સામે ફરિયાદથી હડકંપ:રાત્રિના સમયે ભદ્રેશકુમાર સુથારના ઘરમાં ઘૂસી આરોપીઓએ ભારે મારઝૂડ કરી:લોખંડની પાઇપ અને દંડાના હુમલો કર્યો હતો

મહીસાગરમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સહિત 4 સામે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરાયો છે. વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં આધેડ પર પાઇપ-લાકડીઓ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેના માટે જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ સહિત 4 સામે ફરિયાદથી હડકંપ મચી ગયો છે. રાત્રિના સમયે ભદ્રેશકુમાર સુથારના ઘરમાં ઘૂસી આરોપીઓએ ભારે મારઝૂડ કરી હતી. લોખંડની પાઇપ અને દંડાના હુમલામાં ઇજાગ્રસ્ત આધેડના પગમાં ટાંકા આવ્યા હતા. હુમલાખોરો આધેડનું લેપટોપ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 25,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
વિરપુર પોલીસે જાહેરનામા ભંગ અને લૂંટનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને મહીસાગર જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, ગૌરાંગ જોશી અને ચિરાગ બામણીયા સહિત ચાર શખ્સો સામે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભદ્રેશકુમાર સુથાર નામના આધેડ અગાઉ પિનાકીન શુક્લની ઓફિસે કામ કરતા હતા. રાત્રિના સમયે આરોપીઓએ ઘરમાં ઘૂસી ‘ફેસબુક પર ફોટા કેમ મૂકે છે તેમ કહી ગાળો આપી હતી અને લોખંડની પાઇપ તથા લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
