<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

વડોદરાના સાવલી ખાતે સેવાસદન પરિસરમાં પોલીસ ત્રાસના આક્ષેપ સાથે પરિવારના 4 સભ્યોનો આત્મવિલોપનનો પ્રયાસ

સેવાસદન ખાતે બોટલમાં શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સાથે પહોંચેલા પરિવારના 4 સભ્યોને પોલીસે તુરંત જ ઝડપી પાડી ડિટેઇન કર્યા

વડોદરાના સાવલી પોલીસે સેવાસદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરી રહેલા એક મહિલા સહિત ચાર લોકોને અટકાવી તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ લોકોએ પોલીસ પર દારૂના ધંધા ન કરતા હોવા છતાં ત્રાસ આપવા અને માર મારવાનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે તેમણે સાવલી સેવાસદન ખાતે આત્મવિલોપન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેને પગલે સેવાસદન પરિસરમાં પોલીસ સ્ટેન્ડબાય હતી.સાવલી પોલીસે સેવાસદન પહોંચેલા અને બોટલમાં શંકાસ્પદ પદાર્થ સાથે આવેલા પુનમભાઈ જયંતિભાઈ માળી, કિરણભાઈ પુનમભાઈ માળી, કૌશલ્યાબેન કિરણભાઈ માળી અને કિસન દિલેશ માળીને ડિટેન કર્યા હતા. તેમને સાવલી પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂનમભાઈ માળી અને કિરણભાઈ માળી વિરુદ્ધ દારૂના એક-એક ગુના નોંધાયેલા છે.

(10:21 PM IST)