તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત ૪નાં મોત
મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને અપીલઃ સમગ્ર દશેલા ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ

અમદાવાદ, તા.૨૭: કેનેડામાં એક અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત ૪ ભારતીયોના કરૂણ મોત નીપજ્યા છે. ગાંધીનગરનો હિરેન આસોડિયા છેલ્લા ૫ વર્ષથી અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. એટલું જ નહીં, અકસ્માત થયો તેના પહેલાં જ તેણે પોતાની માતા સાથે છેલ્લી વાતચીત કરી હતી અને ત્યારબાદ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં જવા નીકળ્યો હતો, જ્યાં આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. આજે આ ઘટનાને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મળતદેહ વતન ન પહોંચતા પરિવાર ભારે આઘાત અને ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
આ ઘટના વિશે જણાવીએ કે કેનેડામાં ૧૮ ઓક્ટોબરના રોજ આ દુર્ઘટના બની હતી, જેમાં એક મર્સિડીઝ પેસેન્જર વાન અને ટો ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. પોલીસ તપાસના પ્રાથમિક અહેવાલ મુજબ, પヘમિ તરફ જઈ રહેલી મર્સિડીઝ વાન સામેથી આવીને ટ્રક સ્ટોપ તરફ ડાબી બાજુ વળી રહેલા ટો ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટે ઘટનાસ્થળે પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને એક અઠવાડિયાથી વધારેનો સમય વીતી ગયો છે, છતાં કેનેડામાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાના કારણે ગાંધીનગરના હિરેનનો મળતદેહ ભારત લાવી શકાયો નથી. દીકરાના મોતના સમાચારથી ભાંગી પડેલા પરિવારની પીડા અને ચિંતામાં મળતદેહ મેળવવામાં થઈ રહેલા વિલંબને કારણે સતત વધારો થઈ રહ્યો છે.
હિરેનના પિતા બાબુભાઈ પરમારે ભારત સરકાર સમક્ષ ભારે હૈયે મદદની કરી અપીલ હિરેનના પિતા બાબુભાઈ પરમારે ભારત સરકાર સમક્ષ ભારે હૈયે મદદની અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસ અને સ્થાનિક અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય વાતચીત કરી જરૂરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
