તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
૪ સહાયક માહિતી નિયામકને નાયબ માહિતી નિયામક પદે બઢતી
રાજકોટના શ્રીમતી સોનલ જોષીપુરાની જામનગર બદલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૬: માહિતી કમિશનર કચેરી હેઠળની જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર ખાતે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ તરીકે ફરજ બજાવતા સુશ્રી પારૂલ મણીયારની જાહેરહિતમાં બદલી કરીને નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, ઇલેકટ્રોનિક મીડિયા શાખા, માહિતી કમિશનર કચેરી, ગાંધીનગરની જગ્યા ઉપર નિમણુંક આપવામાં આવેલ છે.
માહિતી કમિશનરની કચેરી હેઠળ હાલ સહાય માહિતી નિયામક, વર્ગ-ર સંવર્ગમાં ફરજો બજાવતા અધિકારીઓને નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ જગ્યા પર હંગામી ધોરણે બઢતી આપીને તેમના નામ સામે કોલમ (૪)માં દર્શાવેલ કચેરી ખાતે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ તરીકે નિયુકિત આપવામાં આવે છે.
ક્રમ અધિકારીનું નામ હાલની કચેરીનું નામ બઢતીથી નિમણુંકની કચેરીનું નામ
(૧) (ર) (૩) (૪)
૧. યુ.બી. બાવીસા પ્રાદેશિક માહિતી કચેરી, સુરત જિલ્લા માહિતી કચેરી, વલસાડ
ર. ડી.આર. ગજ્જર માહિતી કમિશનર કચેરી, ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર
૩. પી.આર. સોનારીયા ચૂંટણી પ્રભાગ, સામાન્ય વહીવટ ચૂંટણી પ્રભાગ, સામાન્ય વહીવટ
વિભાગ (પ્રતિનિયુકિતની જગ્યા) વિભાગ (પ્રતિનિયુકિતની જગ્યા)
૪. એસ.બી.જોષીપુરા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ જિલ્લા માહિત કચેરી, જામનગર
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
