<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર : રમતગમતની સાથે વિરાસતની ઝલક: દેશભરમાંથી આવેલા પોલીસ ખેલાડીઓએ અમદાવાદમાં ‘હેરિટેજ વોક’નો આનંદ માણ્યો

દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી પધારેલા ખેલાડીઓએ મેદાન પરના રોમાંચક મુકાબલાઓની સાથે સાથે ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટીના ઐતિહાસિક સ્થાપત્યો, ભવ્ય વારસા અને સમૃદ્ધ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લહાવો લીધો

અમદાવાદ તા.૨૪ : અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલા ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત આજે તા. ૨૪ નવેમ્બરના રોજ વહેલી સવારે એક વિશેષ ‘હેરિટેજ વોક’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી પધારેલા ખેલાડીઓ તથા અધિકારીઓએ આ હેરિટેજ વોકમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેદાન પરના રોમાંચક મુકાબલાઓની સાથે સાથે ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, ભવ્ય વારસા અને સમૃદ્ધ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લહાવો લીધો હતો.

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનથી અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રવાસે ખેલાડીઓમાં તાજગીનો સંચાર કરવાની સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

(3:12 PM IST)