News of Wednesday, 3rd June 2026
'ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ: ૭૮૨થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ ચાલુ
રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી તેમના પર કાયદાનો સકંજો કસી બાંગ્લાદેશ મોકલાશે: કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે: હર્ષ સંઘવી: બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી ૬૨૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ: રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ

ગાંધીનગર :ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' શરૂ કરવામાં આવી છે. 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા ૭૮૨થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ૧૦૩ પુરુષ, ૧૮૮ મહિલા અને ૭૧ બાળકોનો સમાવેશ થાય છે. ઓપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ ૧૫૫ બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાંથી ૮૪, અમદાવાદ ગ્રામ્યમાંથી ૩૪, પૂર્વ કચ્છ-ગાંધીધામથી ૧૩ અને ભરૂચમાંથી ૧૨ સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. આ ઝુંબેશ દરમિયાન મોટી સંખ્યામાં, એટલે કે ૭૮૨થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પણ મળી આવ્યા છે, જેમની હાલ સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેક્નોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સ માત્ર આ વ્યક્તિઓની જ નહીં, પરંતુ તેમને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ, આશ્રય, નોકરી અથવા નકલી આધાર કાર્ડ અને વોટર આઈડી જેવા ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સની પણ ઓળખ કરી રહી છે. ઘૂષણખોરોની મદદ કરનારને પણ બક્ષવામાં આવશે નહીં. પકડાયેલા તમામ ગેરકાયદેસર નાગરિકોને નિયમાનુસાર ડીટેન કરવામાં આવ્યા છે અને તેમને દેશની બહાર ડીપોર્ટ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા આ ઓપરેશન ખૂબ ઝીણવટપૂર્વક પ્લાન કરવામાં આવ્યું હતું. શહેરોમાં રેડ ચાલુ થવાની સાથે જ સંભવિત ઘૂસણખોરો રાજ્ય બહાર ભાગી ન જાય તે માટે તમામ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશનો પર તાત્કાલિક અસરથી કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ વ્યૂહાત્મક નાકાબંધીના કારણે રેડ દરમિયાન ભાગવાની કોશિશ કરી રહેલા અન્ય ૧૮ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને પણ નાકાબંધીના સ્થળેથી જ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે
તપાસ દરમિયાન અનેક કિસ્સાઓમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે, પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાક લોકો ૨-૪ વર્ષ પહેલાં અથવા તેનાથી પણ વધુ સમય પહેલાં પશ્ચિમ બંગાળના જુદા-જુદા ગામડાઓ અને ક્ષેત્રોમાંથી ભારતમાં ઘૂસ્યા હતા. ત્યાં તેમણે સ્થાનિક વચેટિયાઓની મદદથી પશ્ચિમ બંગાળના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને તે લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતના સત્તાવાર આધાર કાર્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર નેટવર્કની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.
પશ્ચિમ બંગાળ સરહદ પર BSFના ફેન્સિંગના કામ માટે પશ્ચિમ બંગાળની નવી સરકારે જે જગ્યા ફાળવી આપી છે, તેનાથી આવનારા વર્ષોમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બનશે અને ભવિષ્યમાં આવા …
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
