તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 25th September 2026
ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા 32 ઉમેદવારોની યાદી જાહેર : ૨૫ સપ્ટેમ્બરના રોજ કમલમ્ ખાતેથી ઉમેદવારોના નામોની સત્તાવાર પ્રકાશન પ્રક્રિયા સંપન્ન : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ વિવિધ વોર્ડ માટે ઉમેદવારો ઘોષિત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની આસન્ન સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજિત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ઉમેદવારોની પસંદગી આખરી કરવામાં આવી છે.
જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ અને તેની બેઠકો મુજબ ભાજપના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:
વોર્ડ નંબર ૧:
* સીટ ૧: શિલ્પાબેન કનુજી ઠાકોર
* સીટ ૨: અંજનાબેન સુરેશભાઇ મહેતા
* સીટ ૩: ગૌરાંગ સુરેશભાઇ પટેલ
* સીટ ૪: મહેશકુમાર નટુભાઇ ચૌધરી (મેટ્રો)
વોર્ડ નંબર ૩:
* સીટ ૧: મિતલબેન હાર્દિકભાઇ ખિમસુરીયા
* સીટ ૨: સોનાલીબેન ઉરેનકુમાર પટેલ
* સીટ ૩: અંકિત અશ્વિનભાઇ બારોટ
* સીટ ૪: ઉમેશભાઇ રમેશચંદ્ર જ્હા.
વોર્ડ નંબર ૫:
* સીટ ૧: હેમાબેન મંથનકુમાર ભટ્ટ
* સીટ ૨: શ્રીમતી ધ્વનિ ધવલ શાહ
* સીટ ૩: કનૈયાલાલ ગાંડાભાઇ દેસાઇ
* સીટ ૪: કિંજલકુમાર દશરથભાઇ પટેલ
વોર્ડ નંબર ૭:
* સીટ ૧: કિંજલબેન દિનેશભાઇ ઠાકોર
* સીટ ૨: સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા
* સીટ ૩: ભાવિક ગુણવંતભાઇ સુતરીયા
* સીટ ૪: શૈલેષકુમાર વિઠ્ઠલભાઇ પટેલ
વોર્ડ નંબર ૮:
* સીટ ૧: મનીષાબેન મીતેશકુમાર પ્રજાપતિ
* સીટ ૨: અમિતાબેન કમલેશભાઇ ઉપાધ્યાય
* સીટ ૩: વિષ્ણુજી ગાંડાજી ઠાકોર
* સીટ ૪: મેહુલભાઇ રમણભાઇ પટેલ
વોર્ડ નંબર ૯:
* સીટ ૧: શારદાબેન કાળાજી ઠાકોર
* સીટ ૨: વૈદેહી બિપિન રાવલ
* સીટ ૩: જયંતિભાઇ સદાભાઇ ડાભી
* સીટ ૪: મહેન્દ્રભાઇ પ્રહલાદભાઇ પટેલ (દાસ)
વોર્ડ નંબર ૧૦:
* સીટ ૧: તન્વીબેન વિશ્વેશભાઇ પટેલ
* સીટ ૨: વિલાસબા રાજેન્દ્રસિંહ વાઘેલા
* સીટ ૩: ધર્મેન્દ્રકુમાર વિષ્ણુકુમાર નાયી
* સીટ ૪: ગૌરાંગ દશરથભાઇ પટેલ
વોર્ડ નંબર ૧૧:
* સીટ ૧: કમુબેન માણેકજી ઠાકોર
* સીટ ૨: સેજલબેન કનુભાઇ પરમાર
* સીટ ૩: જશવંતલાલ અંબાલાલ પટેલ
* સીટ ૪: રવિ દિનેશભાઇ પટેલ
આ ઉમેદવાર યાદીની જાણ સારૂ નકલ પ્રદેશ પ્રભારી તરુણજી ચુઘ, પ્રદેશ સહ પ્રભારી અજયજી મહાવર, પ્રદેશ સહ પ્રભારી ગોમતીજી સાઈ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી અરૂણજી બિન્નડી, તેમજ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને રવાના કરવામાં આવી છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
