News of Friday, 27th November 2026
સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીકથી MD ડ્રગ્સ અને હેરોઈન સાથે 3 શખ્સો ઝડપાયા
આરોપીઓ પાસેથી 14.770 ગ્રામ MD ડ્રગ્સ અને હેરોઈન મળ્યું : મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 4,99,270નો મુદ્દામાલ જપ્ત

સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડીને વિશાલ રાઠોડ, અનિલ તારા કસારા અને રોશન કિશન દમઈ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી 14.770 ગ્રામ MD ડ્રગ્સ અને હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત રૂપિયા 2,95,400 થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 4,99,270નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ વરાછા મિની બજાર ખાતે રહેતા એક વોન્ટેડ આરોપી પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી MD ડ્રગ્સ અને હેરોઈનના વેચાણના ધંધામાં સંકળાયેલા હતા. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
