તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
સાણંદમાં 19 વર્ષીય ડિઝાઇનિંગ વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટમાંથી 3 નામ મળ્યા : ગુન્હો નોંધાયો
પ્રેમસંબંધને લઈને યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો: સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામો અને પરિવારના આક્ષેપોને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી

અમદાવાદ જિલ્લાના સાણંદમાં 19 વર્ષીય ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીના આપઘાતના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી અને બેચલર ઇન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાને લઈને પરિવાર અને વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન મૃતકના કપડાના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. આ નોટમાં 3 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. સ્યુસાઇડ નોટને આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે અને તેમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ પ્રેમસંબંધને લઈને યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારની ફરિયાદના આધારે સાણંદ પોલીસે 3 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હોવાની માહિતી સામે આવી છે.
19 વર્ષીય વિદ્યાર્થીનીએ આવું અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હવે પોલીસ તપાસમાં બહાર આવશે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામો અને પરિવારના આક્ષેપોને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેસમાં નોંધાયેલા આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
