તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 22nd June 2026
સુરતથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલી 3 સગીરાઓ મધ્યપ્રદેશના ઈટારસી સ્ટેશનેથી સહી-સલામત મળી
ઉધના પોલીસે અપહરણ કરનાર બંને નરાધમ આરોપી યુવકોની કાયદેસર અટકાયત કરીને સુરત લાવવા સહિતની આગળની કડક કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલી ત્રણ સગીરાઓને શોધવામાં સુરતની ઉધના પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સુરતથી ગુમ થયેલી આ ત્રણેય સગીરાઓને મધ્યપ્રદેશના ઈટારસી રેલવે સ્ટેશન પરથી સહી-સલામત શોધી કાઢવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સગીરાઓના પાડોશમાં જ રહેતા બે યુવકો તેમને લગ્નની કે અન્ય લાલચ આપી ફોસલાવીને અપહરણ કરી ભગાડી ગયા હતા.
ઘટનાની ગંભીરતાને નજરઅંદાજ કર્યા વિના પોલીસે તાત્કાલિક અલગ-અલગ સીસીટીવી (CCTV) ફૂટેજ, લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને RPFની મદદથી ઈટારસી ખાતેથી સગીરાઓને મુક્ત કરાવી લીધી છે. હાલ ઉધના પોલીસે અપહરણ કરનાર બંને નરાધમ આરોપી યુવકોની કાયદેસર અટકાયત કરીને સુરત લાવવા સહિતની આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
