તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અમદાવાદના વાડજમાં મોડિફાઈડ સાયલેન્સરથી ઘોંઘાટ કરતા વાહનચાલકો સામે તવાઈ :3 બાઈક ડિટેઈન કરાયા
વાડજમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી જાહેર માર્ગો પર ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઈક ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી

અમદાવાદ શહેરમાં જાહેર માર્ગો પર ધ્વનિ પ્રદૂષણ (અવાજ પ્રદૂષણ) ફેલાવતા અને સ્ટંટબાજી કરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાડજ પોલીસ સ્ટેશનની ટીમે ખાસ ઝુંબેશ ચલાવીને જાહેરમાં હોબાળો અને ઘોંઘાટ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને પકડી પાડી તેમની સામે કાયદેસરના પગલાં ભર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક યુવકો પોતાના વાહનો, ખાસ કરીને બુલેટ અને મોંઘી સ્પોર્ટ્સ બાઈકના કંપની ફિટેડ સાયલેન્સર બદલાવી નાખતા હતા. આ મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ અને પટાકા ફૂટતા હતા, જેનાથી આસપાસના રહીશો અને અન્ય વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા.
આ મામલે વાડજ પોલીસે ત્વરિત પગલાં લઈને નિયમભંગ કરનારા આવા 3 જોખમી વાહનોને ઘટનાસ્થળેથી જ ડિટેઈન કરી લીધા છે. આ સાથે જ બેદરકારીપૂર્વક વાહન હંકારી જાહેર શાંતિનો ભંગ કરનારા વાહનચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ મોડિફાઈડ સાયલેન્સર વાપરતા ચાલકો સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
