તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
બોરસદ નગરપાલિકાના કર્મચારીઓની 26 દિવસની હડતાળનો આવ્યો અંત
નવા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે સુરેશભાઈ પરમારે ચાર્જ સંભાળતા જ માત્ર એક જ કલાકની અંદર આટલા લાંબા પ્રશ્નનો સુખદ અંત લાવ્યા

આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકાના કર્મચારીઓ કાયમી કરવાની દરખાસ્ત સહિતની વિવિધ માંગણીઓ સાથે લાંબા સમયથી એટલે કે પૂરા 26 દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. આ આંદોલનને કારણે કર્મચારીઓએ દિવાળી અને બેસતા વર્ષ જેવા મહત્વના તહેવારો પણ આંદોલનના મંડપમાં જ વિતાવવા મજબૂર બનવું પડ્યું હતું. આ લાંબી હડતાળ દરમિયાન પાલિકાની કામગીરી ભારે પ્રભાવિત થઈ હતી અને શહેરમાં ગંદકીના ઢગલા લાગ્યા હતા. જોકે, નવા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે સુરેશભાઈ પરમારે ચાર્જ સંભાળતા જ માત્ર એક જ કલાકની અંદર આટલા લાંબા પ્રશ્નનો સુખદ અંત લાવી દીધો હતો.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
