તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સુરતના મોરા ગામ વિસ્તારમાં કરંટ લાગતા 22 વર્ષીય યુવકનું મોત
પાણીની ટાંકીમાંથી પાણી ભરવા જતાં અચાનક કરંટ લાગ્યો: આ અંગે અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો: પરિવારને યોગ્ય વળતર આપવા પણ માંગ

સુરતના મોરા ગામ વિસ્તારમાં કરંટ લાગતા 22 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવક AMNS કંપનીના ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતો હતો. પાણીની ટાંકીમાંથી પાણી ભરવા જતાં અચાનક કરંટ લાગ્યો હોવાની માહિતી છે. પરિવારજનોએ પાણીની ટાંકીમાં કરંટ હોવાનો આક્ષેપ કર્યો છે. અગાઉ પણ આ અંગે અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. યુવકના પરિવારમાં પત્ની, ભાઈ અને એક નાની દીકરી છે. ઘટનાને પગલે પરિવારજનોએ મૃતદેહને તેમના ગામ સુધી પહોંચાડવાની માગણી કરી છે. સાથે જ પરિવારને યોગ્ય વળતર આપવાની પણ માગ કરી છે. સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
