News of Tuesday, 7th July 2026
૨૧ સ્મિત, એક અનોખી ઉજવણીઃ શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે યાદગાર પ્રસંગ ઉજવાયો

અમદાવાદઃ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે એક હૃદયસ્પર્શી પ્રસંગ ઉજવાયો. પીએસપી પ્રોજેક્ટસનાના ચેરમેન શ્રી પી. એસ. પટેલએ પોતાનો જન્મદિવસ અને લગ્નવાર્ષિકી આ હોસ્પિટલમાં નિઃશુલ્ક હૃદય સારવાર મેળવી ચૂકેલા બાળકો સાથે ઉજવી. આ પ્રસંગે તેમના નજીકના મિત્રો અને કોલેજકાળના સાથીઓ શ્રી અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત સરકાર), શ્રી રાજુ શાહ, શ્રી હરીશ રંગવાલા (હર્ષા એન્જિનિયર્સ) તથા શ્રી જિતેન્દ્ર શાહ (ટિપ્સન્સ ગ્રુપ) ઉપસ્થિત રહ્યા. શ્રી પી. એસ. પટેલ અને તેમના ધર્મપત્નીએ ૨૧ બાળકોને આશીર્વાદ આપી તેમના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. સાચી ઉજવણી એ છે, જે અન્યના જીવનમાં ખુશી, આશા અને પ્રેમનો સંચાર કરે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
