News of Friday, 27th November 2026
૨૧૧ અલગ અલગ ટ્રાનઝેકશન : ૮ કરોડ ૪૬ લાખથી વધુની છેતરપિંડીના પર્દાફાશ : એસપી સાગર બાગમાર
દેશના વિવિધ રાજ્યો ગુજરાત, આસામ, છતીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા, દિલ્હી, હરિયાણામાં વિશેષ ઑપરેશન દ્વારા કુલ ૧૩ આરોપીઓ ને આબાદ રીતે અમારી ટીમેઃ ઝડપી લીધા છે મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્ર સિંઘ મલ્લિક, રેન્જ વડા ચિરાગ કોરડીયા, સાયબર એકસીલન્સી IG બિપિન આહિરેના માર્ગદર્શનમાં જેમની ટીમે એક પછી એક સિધ્ધિ મેળવી રહી છે તેવા કચ્છ પૂર્વના જિલ્લા પોલિસ વડા અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની ભીતરી બાબત વર્ણવેલ છે

રાજકોટ તા. ૨૫ : ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદીની કંપનીના Yes Bank ના CC/OD ખાતામાંથી વગર OTP અને વગર ઓથોરાઇઝ રીતે નેટબેન્કિંગનું એક્સેસ મેળવી કુલ ૨૧૧ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી રૂ. ૮,૪૬,૦૭,૮૪૯ ની છેતરપિંડી કરવામાં આવી હતી.આ ગુનાની તપાસમાં DGP જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, IG ચિરાગ કોરડીયા, IG બિપિન આહિરે અને નેતળત્વ SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અને LCB ની ૧૦ અલગ-અલગ ટીમોએ રાજ્ય બહાર તપાસ હાથ ધરી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ અને સાયબર એક્સલન્સ ગાંધીનગરની પણ મદદ લેવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસીસના આધારે ગુજરાત, આસામ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા માંથી કુલ ૧૩ આરોપીઓ પકડાયા છે.જેમના નેતળત્વમાં આ સમગ્ર કૌભાંડનો પરદાફાશ થયો છે તેવા નેતળત્વ SP સાગર બાગમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ગેંગે બોગસ શેલ કંપનીઓ અને ભાડાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ફ્રોડની રકમ પૈકી રૂ. ૩,૮૨,૭૩,૯૮૭ હોલ્ડ / ફ્રીઝ કરાવવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી ૧૩ મોબાઈલ ફોન, ૧ લેપટોપ અને ૧ ઘ્ભ્શ્ હાર્ડડિસ્ક કબ્જે કરાયા છે.આ કામગીરીમાં સાયબર ક્રાઇમ PI એમ.જે. હુણ, LCB PI એસ.વી. ગોજીયા, સાયબર ક્રાઇમ PSI એ.વી. ગોહિલ, PSI ડી.કે. ગોહિલ, PSI એન.એ. ચૌધરી, LCB PSI એમ.વી. જાડેજા, ASI આર.બી. ગોહિલ, ASI ડી.એમ. પટેલ, HC જે.એસ. રાઠોડ, HC વી.બી. પરમાર, PC એમ.ડી. જાડેજા, PC કે.એમ. ઠાકોર સહિતની ટીમ જોડાઈ હતી. વધુ તપાસ ચાલુ છે.પકડાયેલા આરોપીઓ પ્રવિણ રેગર, રઝાક મંસૂરી, સમૈયાહ દામેરા, રાકેશ સોલંકી, મનીષ આહીર, સચીન આહીર, પ્રભુદાસ દાસ, ભાનુપ્રતાપ બીસાહુદાસ, સોહિલખાન પઠાણ, અરમાન ચૌહાણ, રાહુલ સોલંકી, હિરેન સોનાગરા, કૈલાશચંદ ભીલ.
આ કામગીરીમાં સાયબર ક્રાઇમ PI એમ.જે. હુણ, LCB PI એસ.વી. ગોજીયા, સાયબર ક્રાઇમ PSI એ.વી. ગોહિલ, PSI ડી.કે. ગોહિલ, PSI એન.એ. ચૌધરી, LCB PSI એમ.વી. જાડેજા, ASI આર.બી. ગોહિલ, ASI ડી.એમ. પટેલ, HC જે.એસ. રાઠોડ, HC વી.બી. પરમાર, PC એમ.ડી. જાડેજા, PC કે.એમ. ઠાકોર સહિતની ટીમ જોડાઈ હતી
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
