તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Sunday, 6th September 2026
20 વર્ષ પહેલા ગુજરાતના ખેલાડીઓને ખમણ, ઢોકળા,અને ફાફડા કહીને ચીડવતા હતા હવે જ્યાં જાય ત્યાં ભુક્કા બોલાવે છે : હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓની સફળતામાં તેમના માતા-પિતાના યોગદાનને સૌથી મહત્વનું ગણાવ્યું

સુરતઃ ગુજરાતના રમતવીરોને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 20 વર્ષ પહેલા ગુજરાતના ખેલાડીઓને ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી કહીને ચિડાવવામાં આવતા હતા. જોકે, હવે ગુજરાતના ખેલાડીઓ જ્યાં પહોંચે છે ત્યાં ભુક્કા બોલાવીને આવે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓની સફળતામાં તેમના માતા-પિતાના યોગદાનને સૌથી મહત્વનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દીકરા-દીકરીને રમત ક્ષેત્રમાં મોકલનારા માતા-પિતાને અભિનંદન છે. ખેલાડીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે એવોર્ડ અને મેડલ મળ્યા બાદ પણ જમીન છોડવી નહીં અને માતા-પિતા પ્રત્યેનું વર્તન બદલવું નહીં. માતા-પિતાએ ખેલાડીઓને પોડિયમ સુધી પહોંચાડવા પોતાનું સમગ્ર જીવન આપ્યું છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
