<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

નવસારીના ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20 લોકો નદીના પૂરના પાણી વચ્ચે ફસાયા

વાઘરેચ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયા: નદીના પાણી વધતા ક્રેઈન તેમજ હાઇવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ

નવસારીના ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20 લોકો વરસાદી પૂરના પાણી વચ્ચે ફસાયા છે. વાઘરેચ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયા છે. અંબિકા નદી તેમજ કાવેરી નદીના પાણી વધતા ક્રેઈન તેમજ હાઇવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ થયા હોવાના અહેવાલ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલાં લોકોને રેસ્કયું કરવા મદદ માંગવામાં આવી છે.

(9:23 PM IST)