News of Sunday, 11th October 2026
નવસારીના સિંઘી કેમ્પ વિસ્તારમાં રખડતાં ઢોરને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો
સાઇબાબા ડેરી પાસે આખલાઓની લડાઇમાં યોગેશ પટેલનું મોત :એરૂ ગામે ગાયની સાથે ટક્કરમાં પ્રણવ પરમાર નામનાં યુવાનનું સારવાર દરમિયાન મોત

નવસારીના સિંઘી કેમ્પ વિસ્તારમાં રખડતાં ઢોરને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે, સાઇબાબા ડેરી પાસે આખલાઓની લડાઇમાં યોગેશ પટેલનું મોત થયું છે.. આખલાઓની લડાઇમાં વચ્ચે આવી જતાં યોગેશ પટેલ મોતને ભેટ્યો હતો . આધેડને સારવાર માટે સુરત ખસેડાયો જ્યાં ડોક્ટરો દ્વારા મૃત ઘોષિત કરાયો હતા બીજા કિસ્સામાં એરુ ગામે ગાયની સાથે ટક્કરમાં મોત થયુ હતું . પ્રણવ પરમાર નામનાં યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું . નવસારી મનપામાં રખડતાં ઢોર મામલે કાર્યવાહીનાં દાવાઓની પોલ ખૂલી ગઈ છે રખડતાં પશુઓનાં કારણે મોત બાદ શહેરીજનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે .
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
