<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અમદાવાદ આસપાસના ૧૦ કિમી વિસ્તારના ૧૯૫ ગામોએ હવે મનપાને ચૂકવવો પડશે વ્હિકલ રોડ ટેક્સ

AMCના આ નિર્ણયથી કોર્પોરેશનને વાર્ષિક અંદાજીત ૧૨ કરોડ રૂપિયાની મસમોટી રેવન્યુ જનરેટ થશે,

અમદાવાદ આસપાસ રહેતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા હવે શહેરથી ૧૦ કિલોમીટરના અંતરમાં આવતા ૧૯૫ ગામો પાસેથી વિહિકલ રોડ ટેક્સ વસૂલવામાં આવશે. આ નવા નિયમ અંતર્ગત બારેજા, બારેજડી, ભાટ, થોળ, એનાસન, કણભા, કુંજાળ, તેલાવ, અસલાલી, રોપાળા અને ચાંગોદર સહિતના ૧૯૫ ગામોના લોકોને વિહિકલ ટેક્સ લાગુ પડશે. હવે જ્યારે પણ આ ગામોના વાહનો RTO પાસિંગ સમયે નોંધાશે, ત્યારે વાહનચાલકોએ ફરજિયાતપણે આ ટેક્સ ચૂકવવો પડશે. AMCના આ નિર્ણયથી કોર્પોરેશનને વાર્ષિક અંદાજીત ૧૨ કરોડ રૂપિયાની મસમોટી રેવન્યુ જનરેટ થશે, જેનો ઉપયોગ આગામી સમયમાં વિકાસકાર્યો માટે કરવામાં આવી શકે છે.

(11:57 PM IST)