તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના 19 યુનિટ તોડી પડાયા.
ધોબી ઘાટ દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવતું: નદીમાં પ્રદૂષિત પાણી નાખીને નદીને વધુ પ્રદૂષિત કરવામાં આવતી :એક વર્ષથી ધમધમતા હતા આ યુનિટ

અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના 19 યુનિટ તોડી પડાયા હતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ધોબી ઘાટમાં ડિમોલેશન કરાયું હતું ગેરકાયદેસર ચાલતા ધોબી ઘાટના 19 યુનિટ દૂર કરાયા છે . ધોબી ઘાટ દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવતું હતું. નદીમાં પ્રદૂષિત પાણી નાખીને નદીને વધુ પ્રદૂષિત કરવામાં આવતી હતી. એક વર્ષથી આ યુનિટ ધમધમતા હતા
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, નોટિસ બાદ યુનિટો દૂર કરવાની કામગીરી કરાઈ હતી એકમ સંચાલકોનું કહેવું છે કે, અમદાવાદ શહેરમાં ઘણી એવી ફેક્ટરીઓ છે જે પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવે છે. બાયપાસ પાણી નદીમાં નાખીને નદી ખરાબ કરે છે. આવા એકમો સામે કાર્યવાહી કરાતી નથી. ધોબી ઘાટના સંચાલકો સ્વીકારી રહ્યા છે કે, તેઓ પાણી નદીમાં નાખતા હતા.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
