તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સુરત જિલ્લામાંથી મળી આવેલા ૧૬ બાંગ્લાદેશીઓને વતન પરત મોકલાયા
ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કાર્યવાહી : છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા : આ નાગરીકોમાં ૧૨ મહિલાઓ, ૩ પુરૂષો અને એક બાળકીનો સમાવેશ

સુરત, તા. ૧૮ : જિલ્લામાં પોલીસ દ્વારા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ૧૬ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ લોકોમાં ૧૨ મહિલાઓ, ૩ પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા કાયદેસરની ઙ્કક્રિયા પૂર્ણ કરીને આ ૧૬ બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં પોલીસ દ્વારા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત સુરત જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસે કુલ ૧૬ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ સુરત જિલ્લામાં છૂટક મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમજ તેઓ પ?મિ બંગાળની સરહદ દ્વારા રાત્રિના સમયે ઘૂસણખોરી કરીને ભારતમાં ઙ્કવેશ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ વાહનો મારફતે સુરત પહોચ્યા હતા પોલીસને આ લોકો બાંગ્લાદેશી હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા.
પોલીસે તેમના બાંગ્લાદેશ સાથેના સંપર્ક, બેંકિંગ વિગતો, મોબાઈલ વિગતો અને ઓળખકાર્ડની ઝીણવટભરી તપાસ કર્યા બાદ તમામની અટકાયત કરી હતી. કાયદેસરની ઙ્કક્રિયા પૂર્ણ કરીને આ ૧૬ બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હજુ પણ યથાવત છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
