News of Sunday, 27th September 2026
રાષ્ટ્ર માર્ગદર્શક વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જયંતિ : ગુજરાત વિધાનસભા ખાતે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
વિધાનસભા સચિવ સી.બી.પંડ્યા સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો : ક્રાંતિકારી વિચારોમાંથી પ્રેરણા મેળવતા એસ.એસ.સી. શાળાના વિદ્યાર્થીઓ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રના માર્ગદર્શક એવા વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે વિશેષ પુષ્પાંજલિ અને ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવ સી.બી.પંડ્યા દ્વારા પોડિયમ સ્થિત વિઠ્ઠલભાઈ પટેલના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા.
રાજ્યની ભાવી પેઢી રાષ્ટ્રના મહાનુભાવોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ પ્રેરણાદાયી પ્રસંગે ગાંધીનગરની એસ.એસ.સી. શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિઠ્ઠલભાઈ પટેલના જીવન, દેશ સેવા અને આઝાદીની લડતમાં તેમના અતુલ્ય યોગદાન તેમજ ક્રાંતિકારી વિચારો વિશે વક્તવ્ય આપીને ભાવાંજલિ આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા સચિવાલયના સંયુક્ત સચિવ શ્રીમતી રીટા મહેતા સહિત સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પીને વિઠ્ઠલભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણના મહાન કાર્યો અને પ્રદાનને યાદ કર્યા હતા.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
