તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૨ વરિષ્ઠ IAS અધિકારીઓની ચાર્જ વ્યવસ્થા અંગેનો મહત્વપૂર્ણ આદેશ જારી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના પ્રતિનિધિમંડળ પ્રવાસ અન્વયે : વિદેશ પ્રવાસ પર જનાર અધિકારીઓના ખાલી પડેલા હોદ્દાનો વધારાનો ચાર્જ અન્ય વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવ્યાઃ કયા અધિકારીને કઈ જગ્યા પરથી કઈ જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો તેની વિસ્તૃત યાદી જાહેર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭' અંતર્ગત વિવિધ દેશોની મુલાકાતે જનાર પ્રતિનિધિમંડળોમાં સામેલ વરિષ્ઠ IAS અધિકારીઓની ગેરહાજરી દરમિયાન તેમના હસ્તકના હોદ્દાઓ પર ચાર્જ ગોઠવવા બાબતનો મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર વિદેશ પ્રવાસ પર જનાર અધિકારીઓની જગ્યાએ અન્ય અધિકારીઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ કયા અધિકારીને કઈ જગ્યા પરથી કઈ જગ્યાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેની વિગતવાર યાદી નીચે મુજબ છે
ડો. અંજુ શર્મા (એડિશનલ મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, વડોદરા/ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમના હોદ્દાનો ચાર્જ નાણા વિભાગના વધારાના મુખ્ય સચિવ ડો. ટી. નટરાજનને સોંપવામાં આવ્યો છે.
ડો. જયંતી એસ. રવિ (એડિશનલ મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ, ગાંધીનગર) વિદેશ પ્રવાસમાં હોવાથી તેમની જગ્યાનો ચાર્જ જમીન સુધારણા કમિશનર અને મહેસૂલ વિભાગના પદડેન સચિવ શ્રી બી.એ. શાહને સોંપવામાં આવ્યો છે.
શ્રી મમતા વર્મા (એડિશનલ મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાન વિભાગ તથા સીઈઓ, ગુજરાત સીએસઆર ઓથોરિટી, અમદાવાદ/ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમનો ચાર્જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વધારાના મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોને સોંપવામાં આવ્યો છે.
શ્રી લોચન સેહરા (સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તે જગ્યાનો ચાર્જ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રામચંદ્ર રાવને સોંપવામાં આવ્યો છે.
શ્રી રૂપવંત સિહ (મુખ્ય કમિશનર, રાજય વેરા, અમદાવાદ) વિદેશ પ્રવાસમાં હોવાથી તેમની જગ્યાનો ચાર્જ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિગ ડિરેક્ટર શ્રી અજય ભાદૂને સોંપવામાં આવ્યો છે.
શ્રી સ્વરૂપ પી. (કમિશનર, ઉદ્યોગો, ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમનો ચાર્જ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) ના મુખ્ય કાર્યકારી અધિકારી મિલિન્દ શિવરામ તોરવણેને સોંપવામાં આવ્યો છે.
શ્રી પોનુગુમટલા ભારથી (સચિવ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગાંધીનગર) વિદેશ પ્રવાસમાં હોવાથી તેમની જગ્યાનો ચાર્જ શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીને સોંપવામાં આવ્યો છે.
શ્રી જેનુ દીવાન (સચિવ, નાણા વિભાગ - ખર્ચ, ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમનો ચાર્જ મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને પદડેન સચિવ શ્રી રાજેશ મંજુને સોંપવામાં આવ્યો છે, જ્યારે સ્ટેમ્પ અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક, ગાંધીનગરનો ચાર્જ નાણા વિભાગ (આર્થિક બાબતો) ના સચિવ શ્રી સંદીપ કુમારને સોંપવામાં આવ્યો છે.
શ્રી આર્દ્રા અગ્રવાલ (સચિવ, સામાન્ય વહીવટ વિભાગ - આયોજન, ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમનો ચાર્જ ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિગ ડિરેક્ટર તથા ડો. રતનકંવર એચ. ગઢવીચરણ (આરોગ્ય કમિશનર - ગ્રામ્ય અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના મિશન ડિરેક્ટર) ને સોંપવામાં આવ્યો છે.
ડો. ધવલકુમાર કિરિટકુમાર પટેલ (ભૂગર્ભ અને ખનિજ કમિશનર, ગાંધીનગર) વિદેશ પ્રવાસમાં હોવાથી તેમનો ચાર્જ ગૃહ વિભાગના સરકારના વધારાના સચિવ (કાયદો અને વ્યવસ્થા) ડો. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) તથા ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મહાનિદેશકનો ચાર્જ સંભાળવા માટે જવાબદારી સોંપાઈ છે.
શ્રી પ્રવીણા ડી.કે. (વાઈસ ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર, ઞ્ત્ઝઘ્, ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમનો ચાર્જ ઉદ્યોગ અને ખાન વિભાગ (પ્રવાસન, દેવસ્થાન પ્રબંધન, નાગરિક ઉડ્ડયન અને તીર્થયાત્રા) ના સચિવ ડો. કુલદીપ આર્યને સોંપવામાં આવ્યો છે.
શ્રી વિજયકુમાર લાલુભાઈ ખરાડી (મેનેજિગ ડિરેક્ટર, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગર) વિદેશ પ્રવાસ પર હોવાથી તેમનો ચાર્જ સમયશિક્ષાના રાજય પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી નાગરાજા એમ. અને મત્સ્યોદ્યોગ કમિશનર, ગાંધીનગરનો વધારાનો ચાર્જ સંભાળવા માટે આદેશ કરાયો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
