News of Friday, 3rd July 2026
દ. ગુજરાતમાં ૧૨ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૯ ઇંચ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩ ઇંચ
રાજ્યના ૧૭૨ તાલુકાઓમાં ધુંઆધાર બેટિંગ કરતા મેઘરાજા કચ્છમાં મેઘરાજાની હાઉકલી : ભારેથી અતી ભારે વરસાદની આગાહી : વલસાડ જિલ્લામાં પણ સટાસટી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : રાજ્યના ૩૩ જીલ્લાના ૧૭૨ તાલુકાઓમાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતા ૧૨ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે, તો કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયાં છે, અનેક રસ્તાઓઓને અસર થવા પામી છે.
હજુ પણ હવામાન વિભાગની ભારેથી અતી ભારે વરસાદની આગાહી છે. જે મુજબ અનેક જિલ્લાઓમાં મેઘરાજા ભુક્કા બોલાવશે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ્સો વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લો : કડીમાં ૨૨૫ મિ.મી., વિજાપુરમાં ૭૫ મિ.મી., જોટાણામાં ૨૧ મિ.મી. અને વિસનગરમાં ૧૨ મિ.મી. વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લો : વલસાડમાં ૧૦૧ મિ.મી., ઉમરગામમાં ૮૯ મિ.મી., પારડીમાં ૮૬ મિ.મી., કપરાડામાં ૮૨ મિ.મી., ધરમપુરમાં ૬૬ મિ.મી., વાપીમાં ૬૧ મિ.મી. અને નાનાપોંઢામાં ૩૬ મિ.મી. વરસાદ નોંધાયો.
સુરત જિલ્લો : ઓલપાડમાં ૯૬ મિ.મી., અંબિકામાં ૪૯ મિ.મી., માંગરોળમાં ૪૭ મિ.મી., ઉમરપાડામાં ૪૬ મિ.મી., પાલસાણામાં ૩૨ મિ.મી., બારડોલીમાં ૨૭ મિ.મી., મહુવા અને કામરેજમાં ૨૬-૨૬ મિ.મી., અરેઠમાં ૧૯ મિ.મી., સુરત શહેર માં ૧૮મિ.મી., તેમજ ચોર્યાસી અને માંડવી માં ૧૦...૧૦ મિમી વરસાદ નોંધાયો.
નવસારી જિલ્લા : ખેરગામમાં ૭૫ મિ.મી., ચીખલીમાં ૬૮ મિ.મી., વાંસદામાં ૨૬ મિ.મી., ગણદેવીમાં ૨૩ મિ.મી., નવસારીમાં ૧૪ મિ.મી. અને જલાલપોરમાં ૧૧ મિ.મી. વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લો : સિનોરમાં ૭૫ મિ.મી. વરસાદ નોંધાયો.
દાહોદ જિલ્લો : ગરબાડામાં ૬૮ મિ.મી., ફતેપુરામાં ૪૫ મિ.મી., ઝાલોદમાં ૩૯ મિ.મી., સુખસરમાં ૩૪ મિ.મી., ગોવિંદ ગુરુ લીમડીમાં ૨૧ મિ.મી., સંજેલીમાં ૧૧ મિ.મી. અને સિંગવડમાં ૯ મિ.મી. વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લો : હાંસોટમાં ૬૧ મિ.મી., વાલિયામાં ૫૨ મિ.મી., વાગરામાં ૩૬ મિ.મી., અંકલેશ્વરમાં ૨૩ મિ.મી., નેત્રંગમાં ૨૦ મિ.મી., ઝઘડિયામાં ૧૫ મિ.મી. અને આમોદમાં ૧૦ મિ.મી. વરસાદ નોંધાયો.
અરવલ્લી જિલ્લો : બાયડમાં ૫૩ મિ.મી. અને સથંબામાં ૪૮ મિ.મી. વરસાદ નોંધાયો.
મહીસાગર જિલ્લો : કોઠંબામાં અને વીરપુરમાં ૫૨-૫૨ મિ.મી., કડાણામાં ૪૩ મિ.મી., લુણાવાડામાં ૩૬ મિ.મી., સંતરામપુરમાં ૨૪ મિ.મી., ગોધરામાં ૧૯ મિ.મી. અને ખાનપુરમાં ૧૪ મિ.મી. વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લો : નાંદોદમાં ૩૨ મિ.મી., ડેડીયાપાડામાં ૨૭ મિ.મી., તિલકવાડામાં ૧૬ મિ.મી. અને સાગબારામાં ૧૪ મિ.મી. વરસાદ નોંધાયો.
તાપી જિલ્લો : ડોલવણમાં ૩૫ મિ.મી., વાલોડ અને સોનગઢમાં ૩૩-૩૩ મિ.મી., ઉકાઈમાં ૨૭ મિ.મી. અને વ્યારામાં ૨૧ મિ.મી. વરસાદ નોંધાયો.
બોટાદ જિલ્લો : ગઢડામાં ૩૧ મિ.મી., બોટાદમાં ૨૭ મિ.મી., બરવાળામાં ૨૫ મિ.મી. અને રાણપુરમાં ૧૬ મિ.મી. વરસાદ નોંધાયો.
ખેડા જિલ્લો : કપડવંજમાં ૩૧ મિ.મી. વરસાદ નોંધાયો.
ભાવનગર જિલ્લો : ઉમરાળામાં ૩૦ મિ.મી., ઘોઘામાં ૧૯ મિ.મી. અને મહુવામાં ૧૫ મિ.મી. વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લો : દાંતામાં ૨૭ મિ.મી. વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લો : ગોધરામાં ૨૫ મિ.મી. વરસાદ નોંધાયો.
ડાંગ જિલ્લો : વાગઈમાં ૨૬ મિ.મી., સુબીરમાં ૨૪ મિ.મી. અને આહવામાં ૧૮ મિ.મી. વરસાદ નોંધાયો.
આણંદ જિલ્લો : તારાપુરમાં ૨૦ મિ.મી. વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગર જિલ્લો : ચુડામાં ૧૪ મિ.મી. વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લો : પ્રાંતિજમાં ૩૬ મિ.મી., હિંમતનગરમાં ૧૧ મિ.મી. અને તલોદમાં ૧૧ મિ.મી. મુખ્યત્વે વરસાદ નોંધાયો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે મેઘરાજા વલસાડ જિલ્લામાં તૂટી પડ્યા હોવાનું જાણવા મળે છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
