<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ

'જ્યોતિર્મય' પરિસરમાં આવેલા કશ્યપ સભાગૃહમાં ગરિમામય સમારોહમાં અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે

અમદાવાદ :ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ યોજાશે. આ વાર્ષિક પદવીદાન સમારોહ યુનિવર્સિટીના 'જ્યોતિર્મય' પરિસરમાં આવેલા કશ્યપ સભાગૃહમાં યોજાનાર  આ ગરિમામય સમારોહમાં અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉચ્ચ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમ છાંગા ખાસ હાજરી આપશે.

(11:11 AM IST)