<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

ધી એડીસી બેંક કમીજલા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં 115 યુનિટ રક્ત એકત્રિત થયું

નળકાંઠાના ઉત્સાહી અને સેવાભાવી સ્વૈચ્છિક રક્ત દાતાઓએ કર્યું રક્તદાન

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના કમીજલા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ ધી એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત રક્તદાન કેમ્પમાં 115 યુનિટ રક્ત એકત્રિત થતા સેવા ભાવ અને સમાજ પ્રેમનો ઉત્કૃષ્ટ દ્રશ્ય જોવા મળ્યું હતું.

   ધી એડીસી બેંક કમીજલા શાખા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં નળકાંઠાના તમામ ગામોના યુવાનો, ખેડૂત ભાઈઓ, મહિલાઓ અને સમાજસેવકો જોડાયા હતા. આ કેમ્પમાં કમીજલા શાખાના મેનેજર, એગ્રી વિભાગના સિનિયર ઓફિસર લોન સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
  રેડ ક્રોસ સોસાયટીના ડોક્ટર નર્સ અને મેડિકલ ટીમે ચકાસણીની કામગીરી સંભાળી હતી અને રક્તદાતાઓને બ્લડ ડોનેશન સર્ટિફિકેટ અપાયા હતા. આ કેમ્પમાં ડાયાબિટીસ બ્લડપ્રેશર સહિતના વિવિધ તપાસ પણ નિશુલ્ક કરવામાં આવી હતી. બેંક દ્વારા રક્તદાતાઓ માટે ગિફ્ટ ઉપરાંત લીંબુ શરબત ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(5:43 PM IST)