News of Thursday, 2nd July 2026
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની NPAમાં ૧૧.૨ ટકાનો વધારો ખેડૂતોની આવક ડબલ કરવાના બણગા વચ્ચે
કૃષિ ક્ષેત્રની NPA નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૬૩૭૧ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૭૦૮૩ કરોડ પર પહોંચી

અમદાવાદ,તા.૦૨: રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક ડબલ કરવાના બણગા વચ્ચે એક ચોંકાવાનારો રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની NPAમાં ૧૧.૨ ટકાનો વધારો થયો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની NPA નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૬૩૭૧ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૭૦૮૩ કરોડ પર પહોંચી છે. ખેતીના વધતા ખર્ચની સામે પાકનું ઓછું ઉત્પાદન મળવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટ મુજબ, આ સમયગાળા દરમિયાન ટૂંકા ગાળાની પાક લોનની NPA ૧૪ ટકા વધીને રૂ. ૨૫૭૩ કરોડથી રૂ. ૨૯૩૪ કરોડ થઈ છે, જ્યારે લાંબા ગાળાની કૃષિ ટર્મ લોનની NPA ૯.૨ ટકા વધીને રૂ.૩૭૯૮ કરોડથી રૂ. ૪૧૪૯ કરોડ પર પહોંચી છે.
બેન્કિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભલે કુલ બાકી લોનની સામે ફભ્ખ્નો રેશિયો નજીવો ઘટ્યો હોય, પરંતુ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે આર્થિક ખેંચ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે આ વખતે ફભ્ખ્માં વધારો થયો છે.
સૂત્રએ જણાવ્યું કે, પાકના નુકસાનને કારણે ઓછી આવક અને ખેતીના સાધનો-ખાતર વગેરેના ઊંચા ખર્ચને લીધે આ સ્થિતિ બની છે. અગાઉની કૃષિ સીઝન દરમિયાન અનિયમિત અને કમોસમી વરસાદને કારણે પાકના ઉત્પાદનને માઠી અસર થઈ હતી, જેના લીધે ખેતી પાછળ વધુ ખર્ચ કરવા છતાં ઘણા ખેડૂતોને ધારી આવક મળી શકી નથી.
તેમજ સૂત્રોએ વાવણીની સીઝન દરમિયાન મુખ્ય ખાતરોની અછતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેતીકામ ખોરવાયું હતું. આ સાથે જ બિયારણના ભાવમાં પણ વધારો થતાં ખેતીનો ખર્ચ વધ્યો હતો અને ખેડૂતોની લોન લેવાની જરૂરિયાત વધી ગઈ હતી.
પાક લોનની ફભ્ખ્માં વધારો તાજેતરના પાક સાથે જોડાયેલી તાત્કાલિક ચૂકવણીની કટોકટી દર્શાવે છે, જ્યારે ટર્મ લોનમાં ડિફોલ્ટનો વધારો એવા ખેડૂતોની વ્યાપક નાણાકીય તકલીફ તરફ ઈશારો કરે છે જેમણે સિચાઈના સાધનો, ટ્રેક્ટર-મશીનરી અને અન્ય લાંબા ગાળાની સંપત્તિઓમાં રોકાણ કર્યું છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
