<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

૧૦૮નામ કંઠસ્‍થી કરણ અભિયાન

શત્રુંજયમંડણ દાદા આદિનાથની પ૦૦મી ધજા-નિમિતે આયોજન

રાજકોટ, તા. રઃ અમદાવાદના શ્રી શાંતિનગર શ્વે. મૂ. શ્રી સંઘના આંગણે શત્રુંજય ગિરીરાજ પર બીરાજમાન દાદા આદીનાથિજીની પ્રતિષ્‍ઠાના પ૦૦ વર્ષની ઉજવણી ઉપલક્ષે અમદાવાદની સમસ્‍ત જૈન પાઠશાળાઓના વિદ્યાર્થીઓ માટે શ્રી શાંતિનગર શ્વે.મુ. જૈન-સંઘ પાઠશાળા દ્વારા આયોજિત ‘ગિરિવર નામે મંગલ કોડ' આયોજન હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહયું છે. જેનો મંગલ પ્રારંભ ચાતુર્માસાર્થ બિરાજમાન પૂ. બંધુબેલડી આ.શ્રી જિન-હેમચન્‍દ્ર સાગર સૂરિજી મ.ના શિષ્‍ય પૂ. ગતિ શ્રી મેધચન્‍દ્ર સાગરજી મ.ના શિષ્‍ય પૂ. આ. શ્રી પદ્મચન્‍દ્રસાગરસુરિજીની નિશ્રામાં ૧૬ મી સપ્‍ટેમ્‍બરના દિવસે થયો. અનેક વિદ્યાર્થીઓ અભિયાનમાં જોડાયા. શત્રુંજય ગિરિરાજના ૧૦૮ નામ કંઠસ્‍થ કરવાની ધૂન બાળકોમાં લાગી. જેમાં ઉમર પ્રમાણે ર ગ્રુપ હતા.

તા. ર૬ અને ર૭ સપ્‍ટેમ્‍બરના ૧પ૦ વિદ્યાર્થીઓ કવોલિફાય થયા. હવે ર અને ૩ ઓકટોમ્‍બર શુક્ર-શનિવારે સેમીફાઇનલ થશે જેમાં પ૦ વિદ્યાર્થીઓ છે. ત્‍યાર પછી ૪ ઓકટો. રવિવારે સવારે ૯ વાગ્‍યેથી ફાઇનલ શરૂ થશે. જેમાં બાળકો ૧૦૮ નામ ક્રમથી બોલશે, વિપરીત ક્રમે બોલશે, ક્રમ વિના નંબર પ્રમાણે બોલશે. જેમાં બોલવાની ઝડપ, શુધ્‍ધ-ઉચ્‍ચારણ, જેવી બાબતો ધ્‍યાનમાં રખાશે.

આ આયોજન મુખ્‍ય લાભાર્થી સુશ્રાવક બાબુલાલ ધનરાજજી ગાંધી-દોડિયા પરિવાર છે. ફાઇનલમાં જે બાળક નં. ૧ આવશે તેને રૂા. ૧૧ હજાર, નં. ર આવશે તેને રૂા. ૯ હજાર, નં. ૩ આવશે તેને રૂા. ૭ હજાર ઇનામ સ્‍વરૂપે આપવામાં આવશે. શેષ બાળકોને પ્રોત્‍સાહન ઇનામ અપાશે

(3:39 PM IST)