તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
સજનવાવ ગામની સીમમાં જુગા૨ રમતા ૧૦ જુગારીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા
ખુલ્લી ઓરડીમાં ફોનની ફલેશ લાઈટના અજવાળે જુગાર રમતા જુગારીઓ ને એલસીબી ટીમે દબોચી લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓ ના માર્ગદર્શન હેઠળ આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી નર્મદા નાઓની સુચના આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રાજપીપળા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીમા હતા. તે દરમ્યાન એ.એસ.આઈ. મોતીરામ સંજયભાઈ બ.નં. ૭૮૦ એલ.સી.બી. નર્મદાનાઓને બાતમી મળેલ કે, સજનવાવ ગામની સીમમાં અશ્વિનભાઈ ખાતરીયાભાઈ વસાવાનાઓના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી ઓરડીમાં ફોનની ફલેશ લાઈટના અજવાળે કેટલાંક ઈસમો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે, ત્યાં રેડ કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૧,૦૦૦/- તથા દાવ પરના રોકડા રૂપિયા ૩,૭૬૦/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૬ કિમત રૂપિયા ૩૦,૦૦૦/- તથા વાહન નંગ-૨ કિમત રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૪૪,૭૬૦/- ના મુદ્દામાલ પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ છે. અને પકડાઈ ગયેલ આરોપી વિરૂધ્ધમા ગુનો રજીસ્ટર કરવા આગળની વધુ તપાસ અર્થે દેડીયાપાડા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) વિનેશભાઈ મગનભાઈ વસાવા (૨) રવીન્દ્રભાઈ મણિલાલભાઈ વસાવા(3) વિપુલભાઈ મનસુખભાઈ વસાવા(૪) અશ્વિનભાઈ ખાતરીયાભાઈ વસાવા(૫) રાજેન્દ્રભાઈ હરીસિંગભાઈ વસાવા(૬) સુરેશભાઈ કાલીદાસભાઈ વસાવા(૭) ઝવેરભાઈ નરસિંહભાઈ વસાવા(૮) નરેશભાઈ ફતેસીંગભાઈ વસાવા(૯) કિર્તિભાઈ પારસીંગભાઈ વસાવા, (તમામ રહે. સજનવાવ તથા (૧૦) શૈલેષભાઈ ગંભીરભાઈ વસાવા રહે. રોજઘાટ તા.ચીકદા જી.નર્મદા ) નો સમાવેશ થાય છે
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
