<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

પ્રિયંકા ચર્તુર્વેદીના પિતાએ પીએમ મોદીને પુસ્‍તક અર્પણ કર્યુઃ રાજકારણમાં સંબંધો કે સૂર બદલાય તે કહી શકાય કે ભાખી શકાય તેમ નથી હોતું. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને પીએમ મોદીના પ્રખર આલોચક કહી શકાય તેમ પ્રિયંકા ચતુર્વેદી તેમના પિતા અને પરિવાર સાથે તેમને મળવા નવી દિલ્‍હી પહોંચ્‍યા હતા. પ્રિયંકાના પિતા પુરુષોત્તમ ચતુર્વેદીએ મથુરા, બાજ અને માથુર ચતુર્વેદીઝ નામનું પુસ્‍તક પીએમ મોદીને અર્પણ કર્યું હતું. પ્રિયંકાના સાથે તેમના પતિ વિક્રમ ચતુર્વેદી પણ હાજર રહ્યા હતા

(10:13 AM IST)