<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ : ૮ જીવતા ભુંજાયા : ૧૮ ઈજાગ્રસ્ત : હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા અમદાવાદના વષાાલમાં બપોરના સમયે રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્‍ટ ફટાકડાની ફેક્‍ટરીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૫ ગાડીઓ પહોંચી હતી. દુર્ઘટનામાં ૮ લોકો જીવતા ભુંજાયા અને ૧૮ લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. હજુ પણ મૃત્‍યુઆંક વધવાની આશંકા છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. સમગ્ર ઘટનાને પગલે અસલાલી-મીની ફાઈટર, ગજરાજ, એમ્‍બ્‍યુલન્‍સ સહિતની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

(4:59 PM IST)