<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મણિપુરઃ થાળી-વાસણ વગાડી સરકારનો વિરોધ : મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને કાયદો-વ્‍યવસ્‍થા પુનઃસ્‍થાપિત ન કરી શકવા બદલ સરકાર સામે લોકોનો રોષ વધી રહ્યો છે. આ વિરોધનું નવું સ્‍વરૂપ સામે આવ્‍યું છે, જેને નોઈઝ પ્રોટેસ્‍ટ નામ આપવામાં આવ્‍યું છે. મણિપુરમાં હજારો લોકોએ સ્‍ટીલની થાળીઓ, રસોઈને વાસણો વગાડીને, ઢોલ પીટીને, વીજળીના થાંભલા પર હથોડા મારીને અને વાહનોના હોર્ન વગાડીને રોષ વ્‍યક્‍ત કર્યો હતો.

(10:02 AM IST)