<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

પ્રચંડ વાદળો છવાયા : ચારેકોર વરસાદી માહોલ : અત્યારે સવારે ૯ વાગ્યા આસપાસ અમદાવાદમાં છેલ્લી ૪૦-૪૫ મિનિટથી ધોધમાર વરસાદ પડી રહ્ના છે. આજે સવારે ૮ વાગ્યા આસપાસ લેવામાં આવેલી ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં અમદાવાદ ઉપર જબરા વાદળા દેખાય છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્ર ઉપર પ્રચંડ વાદળા છવાયેલા જોવા મળે છે. ચારેકોર વરસાદી વાતાવરણ જામેલું છે. રાજકોટમાં સતત વાદળછાયુ વાતાવરણ આજે પણ છે. વરસાદની રાહ જોવાય છે.

(11:02 AM IST)