<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

જૂલાઇના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદનો રાઉન્‍ડ આવશેઃજેમાં દ્વારકા,જામનગર, પોરબંદર, કચ્‍છ સહિત વંચિત વિસ્‍તારમાં વરસાદની શકયતા : જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી વિશાલ પાનસૂરિયા (ગુજરાત હવામાન સમાચાર) એ પોતાની મહત્‍વની હવામાન અપડેટમાં જણાવ્‍યું છે કે, આ મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદનો રાઉન્‍ડ આવશે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્‍છ સહિત વરસાદ વંચિત વિસ્‍તારમાં પણ વરસાદની શકયતા છે.અત્‍યારથી તે રાઉન્‍ડ આવે ત્‍યાં સુધી પણ છૂટાછવાયા વિસ્‍તારમાં રેડા/ઝાપટા અને છૂટો છવાયો સારો વરસાદ ચાલૂ રહેશે. (ગુજરાત હવામાન સમાચાર- વિશાલ પાનસૂરિયા)

(3:01 PM IST)